પીપેરો ચોકડી પાસે ભૂવો પડતા અકસ્માતની દહેશત
-પરવાનગી વિના ખોદકામ કરતાં લોકોમાં રોષ
ધાનપુર તા.6 ડિસેમ્બર 2019 શુક્રવાર
ધાનપુર તાલુકામાં ધાનપુર મુખ્ય માગ પર હાલમાં જ રસ્તાઓની સાઈડમાં લગોલગ દરેક ગ્રામ પંચાયતમા વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 5 થી 10 ફૂટ જેટલું ઊંડું બેરોકટોક અને વગર પરમિશને ખોદાણ કરવામાં આવી રહ્યું છે .ધાનપુર તાલુકામાં પાણી પુરવઠાની લાઇનમાં નીચેથી વાયફાઈની લાઈન ખોદાણ કરતાં પાણીની લાઇન ક્રોસ ડ્રાઇવિંગ કરતા પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા રોડમાં ભુવો પડી જતા વાહન વ્યવહાર આવું જવું મુશ્કેલ થઇ ગયું છે.
એટલું જ નહીં પરંતુ વહેલી સવારે આવતી કાઠિયાવાડ તરફ ની બસનું ટાયર ભૂવામાં ખાબકતા બસ ડ્રાઈવરે બસને માંડ માંડ કાઢી હતી .ધાનપુર તાલુકામાં આવા ચાલતા બેરોકટોક ખોદકામ હતી .રસ્તાઓ અને રસ્તાની સાઈડમાં જઇ વૃક્ષો રોપવામાં આવયા તેને નુકસાન થઈ રહ્યું છે.
ખરેખર આ કંપની યોગ્ય સમયે અને યોગ્ય આયોજન વગર કામનું પરિણામ પ્રજા તેમજ માર્ગ ઉપર પસાર થતા લોકો રમી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આ રોડની સાઈડમાં ખોદકામ કર્યું છે. તેના કારણે માટી ભીતિથવાથી કેટલાક બાઇક ચાલકો ધસીને નીચે પટકાયા હતા .
આ ખોદકામ કંપની પર કાર્યવાહી થાય તે ખૂબ જ જરૃરી છે પોતાના સ્વાર્થ એ અને ઉપરના નુકસાન પહોંચાડી અને વગર પરમીટે ખોદકામ કરતી આ ની કંપની પર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ જેવા પ્રશ્નો જાગૃત પ્રજામા ચર્ચાઈ રહ્યા છે.આ કામ સત્વરે ખોદકામ બંધ કરવામાં આવે તેઓ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે .