Gujarat

ઝાલોદના લીમડી નગરના વેપારીના પુત્રની ખારવા નદીમાંથી બે દિવસ બાદ લાશ મળી

By GS Team
14 Oct 20191 min read
This article was originally published on 14 Oct 2019
ઝાલોદના લીમડી નગરના વેપારીના પુત્રની  ખારવા નદીમાંથી બે દિવસ બાદ લાશ મળી

દાહોદ તા.14 ઓક્ટાેબર 2019 સાેમવાર

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા એક વેપારીના ૧૩ વર્ષીય સગીર પુત્રનું કોઈ અજાણી વ્યક્તિએ  બે દિવસ અગાઉ અપહરણ કરી લઈ  ગયા હતા.આ સંબંધે લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ તમામ કિસ્સામાં પોલીસની શોધખોળ બાદ   વેપારીના સગીર પુત્રની લાશ ઝાલોદની ખારવા નદીમાંથી  મળી આવી   હતી. બાળકની હત્યા કરી લાશને  નદીમાં ફેંકી દેવામાં આવી હશે કે કેમ? તેવા  અનેક સવાલો  ઉદ્દભવ્યા  છે.  

 ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કારઠ રોડ, હરીઓમ સોસાયટીમાં રાકેશભાઈ કનુભાઈ ચૌહાણના 13  વર્ષીય પુત્ર તુષારનું ગત તા.12-10-19 ના રોજ લીમડી નગરમાંથી જ કોઈક અજાણ્યા   શખ્સોએ અપહરણ કરી લઈ જતાં આ સંબધે અપહરણ બાબતે સગીર યુવકના પિતાએ લીમડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

આ સમગ્ર મામલે પોલીસ તપાસ  શરૂ કરી  હતી . આજ રોજ ખારવા નદીમાંથી  સગીર  યુવકની લાશ મળી આવી હતી. સગીર યુવકનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. શું આ બાળકનું અપહરણ કર્તાઓએ હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હોવાની   લોકોમાં ચર્ચા  થઇ રહી છે. હત્યારાઓને પકડી પાડવા પોલિસે તપાસ હાથ ધરી છે.