ઝાલોદમાં વરલી મટકાના જુગારના અડ્ડા પરથી 6 શખ્સો ઝડપાયા
-સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટિમો ત્રાટકી રૂ.47 હજારનો મુદ્દામાલ જપ્ત
દાહોદ તા.4 ડિસેમ્બર 2019 બુધવાર
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મોટા પાયે ધમધમતા વરલી મટકાના જુગારના અડ્ડા પર બપોરના સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટિમો ત્રાટકી 6 વ્યક્તિની રૂ.47 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધતા પામી છે.
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સુભાષ સર્કલ પાસે, ગારીવાસ જવાના નાકા પર મોટા પાયે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટિમ ગત રોજ બપોરે ઓચિંતો છાપો માર્યાે હતાે.
વરલી મટકાનો જુગાર રમતા તથા રમાડી રહેલા લીમડી સાંઈ નગર સોસાયટીમાં રહેતા નરેશ કનૈયાલાલ પરમાર, મોટી હાંડી ગામના કલ્પેશ મથુર નિનામા, દાહોદ રેલ્વે ટેકરી દવાખાનાની બાજુમાં રહેતા બાપુ રણછોડ પીઠાયા, લીમડી સરદાર આવાસમાં રહેતા સુનીલ મહાદેવ ચૌહાણ, કારઠ લીંબચ ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઈ મુકેશભાઈ રાઠોડ તથા સીમલખેડી ગામના વિપુલભાઈ સુરસીંગભાઈ ની નામાને ઝડપી પાડી સૃથળ પરથી રોકડ તથા વરલી મટકાના સાહિત્ય સહિત રૂ.47 .040 નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો જ્યારે ગારીવાસ લીમડીના રમેશભાઈ ગંભીરભાઈ ગારી તથા કટીંગ લેનાર ઈસમ સ્થળ પર હાજર ન હોવાથી પકડી શક્યા ન હતી.
આ સંબંધે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગર દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ સંબંધેપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.