Get The App

ગરબાડા તાલુકાના સીમળીયા ગામે કૂવામાં કૂદી વૃધ્ધનો આપઘાત

Updated: Mar 2nd, 2019

GS TEAM

Google News
Google News
ગરબાડા તાલુકાના સીમળીયા ગામે કૂવામાં કૂદી વૃધ્ધનો આપઘાત 1 - image

દાહોદ  તા.1 માર્ચ 2019 શનિવાર

ગરબાડા તાલુકાના સીમળીયા ગામે  કોઈ અગમ્ય કારણોસર માળ ફળીયા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધે પોતાના કુવાવાળા ખેતરના કૂવામાં ભુસકો મારી આયખું ટુંકાવી લીધાનું જાણવા મળેલો છે.

ગરબાડા તાલુકાના સીમળીયા ગામના માળ ફળીયામાં રહેતા ૬૦ વર્ષીય ગલાભાઈ મગનભાઈ પરમાર ગત તા.ર૬.ર.૧૯ના રોજ રાત પોતાના કુવાવાળા ખેતરમાં ગયા હતા.રાતના સમયે કોઈ અગમ્યકારણોસર ગલાભાઈ મગનભાઈ પરમારે પોતાના કુવાવાળા ખેતરના કૂવામાં પડતુ મુકતા  પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતુ. બીજા દિવસે મોડા સુધી સવારે ગલાભાઈ પરમાર પોતાના ઘરે પરત ન આવતા ઘરવાળાઓએ ખેતરમાં જઈ તપાસ કરતા ખેતરમાં આવેલ કૂવાના પાણીમાંથી ગલાભાઈની લાશ મળી આવી હતી.

આ સંબંધે મરણ જનાર ગલાભાઈ પરમારની વિધવા પત્ની પપ વર્ષીય પુનકીબેન ગલાભાઈ પરમાર ગરબાડા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.મૃતક ગલાભાઈની લાશ ગ્રામજનોની મદદથી કૂવામાંથી બહાર કાઢી પંચો રૃબરૃ પંચનામુ કરી લાશને પીએમ માટે ગરબાડા સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :