સંજેલીના બાેડા ડુંગર ગામે હીરાેલા ગામના 10 ઇસમાે દ્વારા ધિંગાણુ
-15 દિવસ બાદ પાેલીસ ફરિયાદ નોંધાવાઈ
દાહાેદ તા. 29 સપ્ટેમ્બર ,2018 શનિવાર
સંજેલી તાલુકાના બોડા ડુંગર ગામે હીરોલા ગામના ૧૦ જેટલા ઇસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા કીકીયારીઓ કરતા અને ગાળો બોલતા બોલતા આવી બે ઇસમોને લાકડીઓ તથા ગડદાપાટુમો માર મારી ગંભીર ઇજાઓ કરી તથા જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપી ધિંગાણું મચાવ્યાનું જાણવા મળેલ છે.
સંજેલી તાલુકાના હીરોલા ગામના કોચર ફળીયામાં રહેતા રમેશભાઈ માનસીંગભાઈ બચુભાઈ રામસીંગભાઈ,મસુલભાઈ ગનાભાઈ,કૈલેશભાઈ કડકીયાભાઈ, રાજુભાઈ માનસીંગભાઈ, બાબુભાઈ રામસીંગભાઈ,જગદીશભાઈ દેવસીંગભાઈ, રસુભાઈ ધનાભાઈ, રાયસીંગભાઇ માનસીંગભાઈ,તથા દેવસીંગભાઈ રામસીંગભાઈ ગત તા.૧૧-૯-૨૦૧૮ ના રોજ સાંજે કોઈ કારણસર ભેગાં મળી એકસંપ કર્યાે હતાે.
તેઅાેઅે ટોળકી બનાવી કીકીયારીઓ કરતા કરતા અને બેફામ ગાળો બોલતા બોડા ડુંગર ગામે પાવડી ફળીયામાં આવી પોતાનો ઈરાદો પાર પાડવા બોડા ડુંગર ગામના મુકેશભાઈ રમસુભાઈ બારીયાને બરડાના ભાગે તેમજ ડાબા હાથે લાકડીના ફટકા મારી તથા અલ્પેશભાઈ તેમજ મુકેશભાઈ બારીયાને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધ બનાવના ૧પ દિવસ બાદ મુકેશભાઈ રમસુભાઈ બારીયાએ સંજેલી પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઉપરોકત દશ વ્યક્તિ વિરુધ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.