દાહોદ તા.2 ઓક્ટાેમ્બર 2019 બુધવાર
દાહોદમાં અવિરત વરસાદે ઠેરઠેર યોજાતા ગરબાના આયોજકોની મહેનત પાણી ફેરવી દીધું છે. પરંતુ આયોજકોએ પણ કુદરત સામે બાથ ભીડીને યેનકેન પ્રકારે ગ્રાઉન્ડને ગરબા ફરવા લાયક બનાવવામાં કોઈ કસર છોડી નથી. જે સુકુ મટિરીયલ મળ્યુ તે ગરબા ગ્રાઉન્ડ પર પાથરી દીધું હતું.
સાધના અને આરાધનના પર્વમાં સાચા અર્થમાં લીન બનવા માટે દાહોદ શહેરમાં શ્રી પી એમ કડકીયા ,શ્રી દશાનીમા વણિક સમાજ સંસ્કાર કેન્દ્ર ખાતે કાદવીયા બની ગયેલા મેદાનને સમાજના જ યુવક, યુવતીઓ દ્વારા જાતે જ કર્મયોગ કરીને ઘરેથી જે મળે તે મટીરીયલ લાવીને એટલુ જ નહીં શહેરમાંથી લાકડાનું ભુસુ, ડાંગરનુ ભુસુ, કોથળા, પેપર રદ્દી સહિતના અન્ય ચીજવસ્તુઓ ઘરેથી લાવી ગ્રાઉન્ડને સુકકવાની મહેનત કરી ગરબા ફરવા લાયક ગ્રાઉન્ડ બનાવ્યુ હતુ.
પરંતુ મનમાં થાણેલા સંકલ્પ અને આરાધનાને એકમાત્ર કર્મફળ બનાવી જાણે કોઈ લીલા જ રચાવાની હોય તેમ બધી જ ચીજ વસ્તુઓ નાખી મેદાન તૈયાર કરી ઉપર પ્લાસ્ટીક પાથરી તેના ઉપર ગરબા રમી કુદરતને હંફાવવાની બાથ ભીડીને એક સરાહનીય કાર્ય કરી છેલ્લા ત્રણ દિવસથી ગરબા રમી રહ્યા છે. આવો જ એક નજારો શહેરની શાંતીકુંજ સોસાયટી ખાતે પણ બનવા પામ્યો છે .
શહેરના અન્ય વિસ્તારોમાં અન્ય શેરીઓમાં પણ વરસાદી વિધ્નનોને ગૌણ ગણી ખૈલેયાઓ દ્વારા વરસતા વરસાદમાં ગરબા રમી અને સાધના અને આરાધનાના પર્વને મનાવાઈ રહ્યુ છે. દાહોદ ખાતેની ખૈલેયાઓની સંકલ્પ બધ્ધતા અને ખાસ કરી દેસાઈવાડા ખાતેના ખૈલાયાઓની સંકલ્પ બધ્ધતા અંગેની ગવાહી આપતી ઘણુ બધુ કહી જાય છે.


