For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધાનપુરની વાલ્વા નદી પરના ચેકડેમ પર પાટીયા બેસાડતા ખેડૂતોમાં ખુશી

Updated: Dec 8th, 2019

ધાનપુરની વાલ્વા નદી પરના ચેકડેમ પર પાટીયા બેસાડતા ખેડૂતોમાં ખુશીધાનપુર તા.8 ડિસેમ્બર 2019 રવીવાર

ધાનપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાંથી વહેલી વાલ્વા નદી ખલતા, ગરબડી, કોટંબી, ડુમકા, સીમામોઇ, ધાનપુર, વાખસીયા, કુદાવાડા થઇ આગળ જતા પાનમ નદીમાં ભળી જતી હોય છે. 

જ્યારે આ નદી પર સિંચાઇ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો અગાઉના વર્ષોમાં પાટીયા  બેસાડવામાં આવતા ન હતા. જેથી આજુબાજુનો વિસ્તાર તેમજ નદી માર્ચ મહિનો આવતા સુકી ભટ્ટ જણાવા લાગે છે. આ વર્ષે વહીવટી તંત્રએ ધ્યાનમાં લઇ વાલ્વા નદી પર બનાવવામાં આવેલા ચેકડેમોમાં તમામ પાટીયા બેસાડી દેવામાં આવ્યા છે. 

આ નદી પર બાંધેલા ચેકડેમ હવે છલોછલ ભરાવા લાગ્યા છે. ધાનપુર સીમામોઇ, વાખમીયા, ડુમકા, કુદાવાડા જેવા નદના કાંઠા વિસ્તારના ખેડુતો પાણી લઇ સિંચાઇ કરશે જેથી ખેડુતોમાં આનંદ ફેલાઇ ગયો છે.  

Gujarat