કાલીયાગોટા ગામે બાઇકની અડફેટે રાહદારીનું મોત
દાહોદ,તા.24 નવેમ્બર , 2018 , શનિવાર
દેવગઢબારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે એક મોટર સાઇકલની રસ્તે ચાલતા જતા એક રાહદારીને જોશભેર ટક્કર વાગતા રાહદારીને શરીરે તેમજ માથામાં જીવલેણ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હોવાનું જાણવા મળે છે.
દેવગઢબારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતા સરદારભાઇ ઝવરાભાઇ બારીયા ગઇકાલે સાંજે કાલીયાગોટા ગામેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા .
તે સમયે પુરપાટ આવતી મોટર સાઇકલની સરદારભાઇ ઝવરાભાઇ બારીયાને જોશભેર ટક્કર વાગતા સરદારભાઇ બારીયાને માથામાં તેમજ શરીરે ઇજા થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સરદારભાઇ બારીયાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
આ સંદર્ભે કાલીયાગોટા ગામે બારીયા ફળિયામાં રહેતા મુકેશભાઇ સરદારભાઇ બારીયાએ દેવગઢબારીઆ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગુને નોધી તપાસ હાથ ધરી છે.