Gujarat

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી વૃધ્ધનું મોત

By GS Team
13 Mar 20192 mins read
This article was originally published on 13 Mar 2019
દાહોદની  ઝાયડસ  હોસ્પિટલમાં સ્વાઇન  ફ્લૂથી વૃધ્ધનું મોત

દાહોદ તા.13 માર્ચ 2019 બુધવાર

દાહોદ શહેરમાં સ્વાઈન ફ્લુએ ફરી માથુ ઉચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ગતરોજ એક ૬૫ વર્ષીય વૃધ્ધનું સ્વાઈન ફ્લુ થતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાઈન ફ્લુના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતા. હાલ એક નવો સ્વાઈન ફ્લુનો કેસ સામે આવ્યો છે.જેમાં એક ૬૫ વર્ષીય વૃધ્ધનુ સ્વાઈન ફ્લુના કારણે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ગતરોજ રાત્રીના સમયે મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

હાલ બદલાતી તુના કારણે દાહોદ શહેરની સરકારી થી લઈને ખાનગીર હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે . બદલાતી તુના કારણે પ્રજાજનો પણ ભારે હેરાન પરેશાન જાવા મળ્યા છે. કોઈકને ખાંસી,ઉઘરસ તો કોઈકને શરદી,તાવ,ફ્લુ વગેરે જેવા રોગોએ ચપેટમાં લીધા છે .

જેને કારણે શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ઉભરાટ પણ જાવા મળી રહ્યો છે પરંતુ આ સમગ્ર બાબત વચ્ચે સ્વાઈન ફ્લુએ ફરી માથુ ઉચકતા અને એકનુ મોત નીપજતાં લોકોમાં સ્વાઈન ફ્લુ રોગના નામથી પણ ફફડાટ ફેલાયો છે.

હાલ આ સંદર્ભે જાણે તંત્ર ઉંઘતુ હોય તેમ જ લાગી રહ્યુ છે કારણ કે, હાલ સુધી તંત્ર દ્વારા આ સંદર્ભે કોઈ યોગ્ય કાળજીની દ્રષ્ટિ કામગીરી કરવામાં આવી નથી. સ્વાઈન ફ્લુ જેવો જીવલેણ રોગ પ્રજાજનોમાં ફેલાય તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા આગોતરી તકેદારીના પગલાં લઈ કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સામાન્ય જનમાં ઉદ્ભવી રહી છે.