ધાનપુરના નળુ ગામ પાસે છકડો પલટી જતા એક વ્યક્તિનું મોત
દાહોદ તા.11 જુલાઇ 2019 ગુરૂવાર
ધાનપુર તાલુકાના નળુ ગામે એક પેસેન્જર છકડાના ચાલકેે ગફલત ભરી રીતે હંકારી લાવી વળાંકમાં છકડાને પલ્ટી ખવડાવતા અંદર બેઠેલા પેસેન્જર પેકી એકને શરીરે ગંભીર ઈજા થતાં તેનુ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા પેસેન્જરોને શરીરે ઈજા પહોંચી હતી.
ધાનપુર તાલુકાના નળુ ગામેથી એક છકડાનો ચાલક પોતાના છકડામાં પેસેન્જરો ભરી પુરઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો .તે સમયે રસ્તામાં વળાંક પર છકડાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા છકડો પલ્ટી ખાઈ ગયો હતો .જે દરમ્યાન છકડામાં બેઠેલ પેસેન્જરોને શરીરે ઈજા થવા પામી હતી .આ પૈકી ધાનપુર તાલુકાના નળુ ગામે હોળી ફળિયામાં રહેતા રાજેન્દ્રલાલ શંકરભાઈ બારીયાને શરીરે ગંભીર ઈજા થતાં તેનુ મોત નીપજ્યુ હતુ.
આ સંબંધે મૃતક યુવકના પિતા શંકરભાઈ જુવાનસિંહ બારીયાએ ધા નપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.