આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા ,મોત થયાની ખોટી કેફિયત રજૂ કરતો પતિ
-પોસ્ટ મોર્ટમમાં ગળું દાબી હત્યાનો અહેવાલ
દાહોદ તા.31 માર્ચ 2020 મંગળવાર
ઝાલોદ તાલુકાના મુણધા ગામે એક યુવકે પત્ની ઉપર વ્હેમ રાખી આડા સંબંધના વહેમમાં પત્ની સાથે ઝઘડો કરતાં ઝઘડાએ ઉગ્ર રૃપ ધારણ કર્યું હતું.તે બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીનુંં ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાનો ગુનો છુપાવવા માટે પતિએપત્નીની પગની આંગળીએ સાધારણ ઈજા પહોંચાડયા બાદ પત્નીને પી.એમ. માટે સરકારી દવાખાનામાં ખસેડાતાં પી.એમ. રિપોર્ટમાં ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ફરાર પતિની ધરપકડ કરવા પોલીસે કવાયતો હાથ ધરી છે.
ગત તા.૨૬મી માર્ચના રોજ મુણધા ગામે કુવા ફળિયામાં રહેતા રાકેશભાઈ લાલુભાઈ કટારા અને તેની પત્ની રેશમબેન વચ્ચે ઝઘડો તકરાર થયો હતો.પતિ દ્વારા રેશનબેન ઉપર આડા સંબંધે વ્હેમ રાખી ઉગ્ર બોલાચાલી કરી હતી. આ ઉગ્ર બોલાચાલીએ ગંભીર રૃપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા રાકેશભાઈએ પત્ની રેશમબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બાદ રાકેશભાઈ પોતે કરેલ ગુન્હો છુપાવવા માટે મૃત રેશમબેનના પગની આંગળીએ સાધારણ ઈજા કરી કોઈ જનાવર કરી જવાથી રેશમબેનનું મોત નીપજ્યાનું રટણ કર્યું હતુ.આ મામલે મૃતક રેશમબેનના પિતા મસુલભાઈ સીસકાભાઈ બીલવાળને પોતાની દિકરી સાથે કંઈક અઘિટત બન્યું હોવાની શંકા જતાં તેઓએ પોતાની પુત્રીનું પી.એમ. કરાવવા જીદ પકડી હતી. સમગ્ર મામલે મૃતક રેશમબેનના મૃતદહેને પીએમ માટે નજીકના દવાખાને ખસેડાઇ હતી.
પીએમ રિપોર્ટ આવતાં સ્વજનો સહિત ગ્રામજનો ચોંકી ઉઠયા હતા.પીએમ રિપોર્ટમાં રેશમબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવતાં આ સંબંધે મૃતક રેશમબેનના પિતા મસુલ સિસકા બિલવાળ દ્વારા પોતાના જમાઈ રાકેશભાઈ કટારા વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાકેશ વિરૂધ્ધ મર્ડરનો ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.