દાહોદ, તા. 25 જુલાઇ 2019, ગરૂવાર
દાહોદ શહેરમાં ગત મધ્યરાત્રીએ મેઘરાજાએ પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડયો હતો. જેને પગલે વરસાદની રાહ જોતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીમાં માહોલ
કેટલાક દિવસોથી ગરમી તેમજ બફારાથી પરેશાન દાહોદ જિલ્લાવાસીઓને વરસાદ પડતાં રાહત મળી હતી .
ગત મોડી રાત્રે દાહોદ જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા દાહોદ જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો.
વરસાદની એન્ટ્રી થતાં દાહોદ જિલ્લાના ખેડુતો જે વરસાદની રાહ જાતા બેઠા હતા . જેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેતી કામમાં જોતરાયા હતા. ગત મોડી રાત્રીના સમયે વરસેલા વરસાદના પગલે દાહોદમાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.


