દાહોદ: મંગળમહુડી ગામે બે બાઇક સામસામે ટકરાંત બે વ્યક્તિને ઇજા
- બાઇક ચાલક અકસ્માત સર્જી ફરાર
દાહોદ તા.10 ફેબ્રુઆરી 2020 સાેમવાર
લીમખેડા તાલુકાના મંગળમહુડી ગામે બે બાઇક સામ સામે અથડાતા બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી જ્યારે અકસ્માત સર્જાનાર બાઇકનો ચાલક બાઇક સ્થળ પર મુકી નાસી ગયો હતો.
લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રહેતા દિલીપભાઈ ધારસીંગ તેરાવત તથા વિપુલભાઈ એમ બંન્ને ગત તા.૯મી ના રોજ પોતાના કબજાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા .તે સમયે સામેથી પુરઝડપે હંકારી લઈ આવતા બાઇકના ચાલકે દિલીપભાઈની બાઇકને અડફેટમાં લેતા દિલીપભાઈને શરીરે તથા વિપુલભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી અકસ્માત સર્જાનાર બાઇકનો ચાલક સ્થળ પર પોતાના કબજાની બાઇક મુકી નાસી ગયો હતો.
આ સંબંધે ઈજાગ્રસ્ત દિલીપભાઈ ધારસીંગભાઈ તેરાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.