લીલવાદેવા ગામે વાહનની અડફેટે બાઇક ચાલકનું માેત
-અન્ય યુવક ઇજાગ્રસ્તઃપોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
દાહોદ તા.13 જાન્યુઆરી 2020 સાેમવાર
ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામેથી એક બાઇક બે વ્યક્તિઓ પસાર થતાં એક અજાણ્યા વાહનના ચાલકે તેઓને અડફેટમાં લેત ફંગોળાયેલા અને ગંભીર રીતે ઘવાયેલ બે પૈકી એકનું સ્થળ પર મોત જ્યારે બીજા એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.
લોકેશકુમાર અને હેમરાજભાઈ (બંન્ને રહે.વીજેપુર) એમ બંન્ને ગતરોજ પોતાના કબજાની બાઇક લઈ ઝાલોદ તાલુકાના લીલવાદેવા ગામેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે તેઓની બાઇકે ટક્કર મારી નાસી જતાં બંન્ને ફંગોળાયા હતા.જેને પગલે લોકેશકુમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ જ્યારે હેમરાજભાઈને ગંભીર ઈજા થતાં તેઓને તાબડતોડ નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યા તેઓનું મોત નીપજ્યું હતુ.
આ સંબંધે ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચાકલીયા રોડ ખાતે રહેતા રોહીતભાઈ પ્રવિણભાઈ જૈન દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.