અંતેલા ગામે ખેતરમાં કામ કરતી બે બહેનો ઉપર દીપડાનો હુમલો
-બન્ને બહેનોને ગંભીર ઇજા થતાં દવાખાનામાં સારવાર હેઠળ
દેવગઢ બારીયા તા.19 એપ્રિલ 2020 રવીવાર
દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામે સવારે ખેતરમાં કામ કરતી બે બહેનો ઉપર દીપડાએ હુમલો કરતા બે બહેનોને ગંભીર ઇજા થવા પામી હતી.
દેવગઢ બારીઆ તાલુકામા તા ૧૮ એપ્રિલના વધુ એક દીપડાનો હુમલો જેમાં અંતેલા ગામે માલું ફળિયામાં રહેતા શનાભાઈ પટેલના ઘરની નજીકમાં તેના ખેતરો આવેલા છે .તે ખેતરમાં હાલ મકાઈનો પાકની કાપણી તેની બે પુત્રી ઇલા સનાભાઈ પટેલ ઉ ૧૬. તેમજ વર્ષા ઉ ૧૮. ની એમ બન્ને બહેનો ખેતરમાં વહેલી સવારે ખેતરમાં મકાઈની કાપણી કરવા ગઈ હતી
સવારે બંને ખેતરમાં કામ કરતા હતા ત્યારે જંગલ તરફથી આવેલા એક દીપડાએ અચાનક હુમલો કરતા ઇલાબેન બચકું ભર્યું તેમજ બીજી પુત્રી વર્ષાબેન શરીર ગંભીર ઇજા થતાં દીપડાને સામે થઈ સ્વ બચાવ માં બુમા બૂમ કરતા આસપાસના ખેતરોમાં કામ કરતા અને નજીકમાં રહેતા ગ્રામ જનો દોડી આવતા બૂમાં બૂમ કરી દીપડાને પથ્થરો મારતા દીપડો જંગલ તરફ નાસી ગયો હતો.
ખેતરમાં કામ કરતી બન્ને બહેનોને દીપડાના હુમલામાં ગંભીર ઇજા થવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે દેવગઢ બારીયા સરકારી દવાખાના માં સર્વત્ર અર્થે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને થતાં તે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી .