દાહોદ તા.8 માર્ચ 2020 રવીવાર
અમદાવાદના સરખેજ પોલીસ મથકના અપહરણના ગુનાના એક આરોપીને દાહોદ તાલુકાના કતવારા પોલીસે કતવારાના બજારમાંથી ઝડપી પાડયા હતો.
હાલ હાળી,ધુળેટીના તહેવારને અનુલક્ષીને તહેવારને સમયે કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારી રાખવા તેમજ નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવાના પોલીસ વિભાગમાં આદેશો થતાં દાહોદ જિલ્લાની પોલીસ એલર્ટ થઈ ગઈ છે .
આવા સમયે અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી વિક્રમભાઈ માવી (રહે.બોરખેડા, બીડ ફળિયુ, તા.જી.દાહોદ) નો દાહોદ તાલુકાના કતવારા બજારમાં હોવાની માહિતી મળતાં પોલીસે ગતરોજ કતવારાના બજારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ અને આરોપીને ઝડપી પાડયો હતો.


