દાહોદ : કાકલપુરા ગામે મકાન પાસેના ખેતરમાં દારૂનો જથ્થો ઝડપાયોઃ બૂટલેગર ફરાર
દાહોદ, તા. 24 જુલાઇ 2019, બુધવાર
દેવગઢ બારીઆ તાલુકાના કાકલપુર ગામે એક રહેણાંક મકાનના પાછળના ભાગે ખેતરમાંથી પોલીસે કુલ રૂ.૩૧,૨૦૦ નો વિદેશી દારૃ જપ્ત કર્યાનું જ્યારે બુટલેગર પોલિસની રેડ જોઈ નાસી ગયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના કાકલપુર ગામે બારીયા ફળિયામાં રહેતા નિતેશભાઈ બાબુભાઈ બારીયાના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલા ખેતરમાં પોલિસે ગત તા.૨૩. ૭. ૧૯ ના રોજ ઓચિંતી પ્રોહી રેડ પાડી હતી. આ પ્રોહીની રેડ જોઈ ઉપરોક્ત બુટલેગર પોલિસને ચકમો આપી નાસી ગયો હતો .
બાદમાં પોલિસે ખેતરમાં તપાસ કરતાં ખેતરમાંથી વિદેશી દારૃના ક્વાટરીયાની પેટીઓ નંગ.૧૩ જેના કુલ નાની મોટી બોટલો નંગ.૬૨૪ જેની કુલ રૃ.૩૧,૨૦૦નો પ્રોહી જથ્થો ઝડપી પાડયો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.