છાપરવડ ગામે પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી પત્નીઅે કૂવામાં ઝંપલાવ્યુ
દાહોદ તા.23 નવેમ્બર ,2018, શુક્રવાર
સીંગવડ તાલુકાના છાપરવડ ગામે એક પરણિતાને તેના પતિ દ્વારા આપાતા અવાર નવારના શારિરીક તેમજ માનસીક ત્રાસથી ત્રાસ ગયેલી પરણિતાએ ગામના કૂવામાંં ઝંપલાવી મોત વ્હાલુ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે રહેતી કુસુમબેન અલ્પેશભાઈ વહોનીયાના લગ્ન સીંગવડ તાલુકાના છાપરવડ ગામે રહેતા અલ્પેશભાઈ રમેશભાઈ વહોનીયા સાથે થયા હતા.
લગ્ન બાદ પતિ અલ્પેશભાઈ વહોનીયા દ્વારા પત્નિ કુસુમબેનને તારે સંતાનમાં કોઈ બાળક નથી. તેમજ તારા બાપાના ઘરેથી કાંઈ લાવેલ નથી , મારે બીજી બૈરી લાવવી છે, તેમ કહી અવાર નવાર કુસુમબેનને સાથે મારઝુડ કરી તેમજ દિપીકાબેન શૈલૈષભાઈ વહોનીયાની ચઢામણીથી અવાર નવાર પતિ અલ્પેશભાઈ પત્નિ કુસુમબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતો હતો.
આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ કુસુમબેને છાપરવડ ગામે પોતાના ઘરની પાછળ આવેલ કૂવામાાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા આ સંબંધે સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે રહેતા હવસીંગભાઈ વરસીંગભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નાધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.