દેવગઢબારીઆ નગરમાં વીર શહીદ જવાનોના માનમાં બજાર સજ્જડ બંધ
દેવગઢબારીઆ,તા. 24 ફેબ્રુઆરી 2019 રવીવાર
દેવગઢ બારીઆમાં પુલવામા થયેલા આતંકી હુમલામાં ૪૪ વીર જવાનોએ શહાદત વ્હોરી હતી .જેમાં નગરજનો અને સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ અને શ્રધ્ધાંજલીના કાર્યક્રમ રાખ્યા હતા . વેપારીઓ દ્વારા બજાર સજ્જડપણે બંધ રાખી મૌન રેલી યોજી શ્રધ્ધાંજલી અર્પી હતી.
વીર જવાનોને દેશભરમાંથી લોકો દ્વારા શ્રધ્ધાંજલીના કાર્યક્રમો રાખી દેશના ગદ્દારો તેમજ આતંકવાદીઓનો સફાયો કરવાની માંગ સાથે લોકોએ દેખાવો પણ કર્યા હતા. દેવગઢબારીઆ નગરના અનેક સંગઠનો દ્વારા પણ શ્રધ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા હતા.નગરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક વેપારધંધો બંધ રાખી બજાર બંધ રાખ્યુ હતું.
જેમાં નગરના તમામ ધર્મના વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો. મુસ્લિમ વિસ્તારમાં આવેલ શેરીગલ્લાથી લઇ ખાણીપીણીની દુકાનો અને લારીઓ પણ બંધમાં જોડાતા. નગર સજ્જડપણે બંધ રહ્યુ હતું ક્યારે નગરમાં જાણે કરફ્યુનો માહોલ જોવા મળ્યો હતો . પહેલીવાર દેવગઢબારીઆ નગર સજ્જડ બંધ રહ્યુ તેમ ચર્ચાઇ રહ્યુ હતુ .નગરમાં આવેલા રામજી મંદિરથી લઇ ટાવર સુધી મૌન રેલી યોજી કેન્ડલમાર્ચ સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.