દેવગઢ બારિયામાં ગ્રાહક બની સોનીને લૂંટી એક શખ્સ ફરાર
-અન્ય વેપારીઓમાં ફફડાટઃપોલીસે સી સી ટીવીની તપાસ હાથ ધરી
દેવગઢ બારીઆ તા.29 ડિસેમ્બર 2020 મંગળવાર
દેવગઢ બારિયા નગરના ટાવર વિસ્તારમાં આવેલૂ એક સોનાનીદુકાનમાં ગ્રાહક બનીને આવેલા લૂંટારૃએ દિન દહાડે સોનાના દાગીના લૂંટી લૂંટારૃઓ ફરાર પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારિયા નગરની મધ્યમાં આવેલા ટાવર શેરી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ મનહરભાઈ સોનીની શ્રી મહાલક્ષ્મી સિલ્વર સોનાની દુકાન છે.બપોરના એક વાગ્યાના અરસામાં એક ઊંચો સરખો સફેદ કપડાં પહેરીને એક ઈસમ દુકાન માં આવેલ જે હિન્દી ભાષામાં બોલતો હતો.
તેણે વીંટી જોવા માંગતા વીંટી બતાવેલ ત્યારે વીટીની ખરીદી કર્યા પછી આ અજાણ્યા ઇસમે સોનાની ચેઇન તેમજ બુટ્ટી જોવા માંગતા તે બતાવેલ જ્યારે આ અજાણ્યો ઈસમ આસપાસ જોઈ ટેબલ પર મૂકેલ સોનાની ત્રણ ચેઇન તેમજ ૩ જોડ બુટ્ટી હાથમાં પકડી દુકાનની બહાર ભાગવા લાગ્યા હતા. દુકાન દાર કિરીટભાઈ કઈ સમજી શકે તે પહેલાં આયોજન પૂર્વક લૂંટ કરવા આવેલ ઈસમ અગાઉથી અન્ય એક ઈસમ બાઈક લઈ ઉભો હતો.
તેની પાછળ બેસી ગયેલ અને બંને ઈસમો બાઇક લઇને નાસી ગયેલ ત્યારે દુકાનદાર બૂમાબૂમ કરતાં આસપાસના અન્ય લોકો દોડી આવેલ ત્યારે આ દુકાન ચાલુ કર્યાને હજી ગણતરીના દિવસો થયા હતા.
જેમાં સીસીટીવી પણ લગાવેલ ન હોવાથી લૂંટારો અગાઉ રેકી કરી આસપાસની દુકાનોમાં પણ તેને સીસીટીવી છે કે નહીં તેની પણ રેકી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ દુકાન માં દિન-દહાડે લૂંટ થઈ હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.આ દુકાન ઉપર અનેક લોકો એકત્ર થઇ ગયા હતા ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી દુકાન માલિક ની પૂછ પરછ કરી લૂંટ કરનાર ઇસમનુ વર્ણન જાણી તાત્કાલીક નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી .મોડી સાંજ સુધી આ બનાવ અંગે કોઈ ફરિયાદ દાખલ થઇ ન હતી