Gujarat

દાહોદ જિલ્લામાં 15 કોરોના પોઝિટિવના કેસ સાથે આંક 213 પહોંચ્યો

By GS Team
17 Jul 20202 mins read
This article was originally published on 17 Jul 2020
દાહોદ જિલ્લામાં  15 કોરોના પોઝિટિવના કેસ સાથે આંક 213 પહોંચ્યો

દાહોદ તા.17 જુલાઇ 2020 શુક્રવાર

દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એકવાર સાગમટે 15 કેસ કોરોના પોઝિટિવના આવ્યા છે.દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમિત કેસોના લીધે દાહોદ જિલ્લાનો કોરોના  પોઝિટિવનો આંકડો બેવડી સદી ફટકારી ચૂકતા ખરેખર ચિંતાનો વિષય  બન્યો છે.વધી રહેલા કોરોનાના દર્દીઓના પગલે આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં લોકડાઉંનની પરિસ્થિતિ ઊભી થશે તેમાં કોઈ બેમત નથી.

 આરોગ્ય વિભાગે ગઈકાલે 210  સેમ્પલ એકત્રિત કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.જે પૈકી 195 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 15 પોઝિટિવ કેસોની સાથે દાહોદ જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંકડો 213 ઉપર  પહોચ્યો છે.

દાહોદ જિલ્લામાં  લોકડાઉનમાં કોરોના પર કાબુ મેળવવામાં સફળ  રહ્યા હતા. અનલોક 1 બાદ અનલોક 2 ના પ્રથમ દિવસથી જ કોરોના  પોઝિટિવ  કેસમાં વધારો થતાં  આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્ર  વિમાસણમાં મુકાઈ ગયું છે .નગર પાલિકા સહીત સંલગ્ન વિભાગની કામગીરી  ચોક્કસપણે વધવા પામેલી છે.

દાહોદ જિલ્લામાં કુલ નોંધાયેલ કોરોનાના દર્દીઓ પૈકી  165 કેસો દાહોદ શહેરમાં નોંધાવવા પામતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે.તેમાં દાહોદનો કોઈ વિસ્તાર કોરોનાની ચપેટમાં આવવામાં બાકી રહેલા નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જેવી પરિસ્થિતિનો નિર્માણ થયુ  છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 210  સેમ્પલો એકત્રિત કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા. જે પૈકી 195લોકોના રિપોર્ટ નેગેટિવ  જે પૈકી 195 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે બે તબીબો સહીત 15 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાવવા પામ્યા છે.

જિલ્લામાં  આરોગ્ય વિભાગ દ્વારા સરકારી  ક્વોરેન્ટાઇન તેમજ હોમ  ક્વોરેન્ટાઇન મળી કુલ 9246  સેમ્પલો એકત્રિત કરી તપાસઅર્થે મોકલ્યા હતા. જે પૈકી 8873 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે હાલ 175 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે.જ્યારે દાહોદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંક 213  પર પહોંચ્યો છે.તેમજ 17   કોરોના સંક્રમિત દર્દીઓના મોત થતાં હાલ 131 એક્ટિવ  કેસ અહીની  કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.હાલ આરોગ્ય વિભાગ આજરોજ કરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ કરી તેઓને  ક્વોરેન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.તેમજ કોરોના સંક્રમિત વિસ્તારોમાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે  સેનિટાઇસિંગ સહિતની કામગીરી  કરવામાં આવી રહી છે.