દાહોદ જિલ્લામાં સાગમટે 13 વ્યક્તિ કોરોના સંક્રમિત
-છેલ્લા પાંચ દિવસમાં 53 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
દાહોદ તા.9 જુલાઇ 2020 ગુરૂવાર
દાહોદ જિલ્લામાં સતત પાંચમા દિવસે કોરોના વિસ્ફોટ થતાં તંત્ર અને નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝિટિવના 13 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગમાં રીતસરના દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા 165 સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા 165 લોકોના સેમ્પલો પૈકી 152 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત પાંચમા દિવસે સાગમટે 13 કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાવા પામતા છેલ્લા પાંચ દિવસમાં કોરોના પોઝીટીવના 53 દર્દીઓનો ઉમેરો થતાં હાલ 58 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
દાહોદ શહેરમાં તો ડબગરવાડ તેમજ લઘુમતી વિસ્તાર એવા ઘાંચીવાડમાં પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં 53 કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 165 લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા.જે પૈકી 152 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.