Get The App

દાહોદની દુધમતિ નદીમાં લાલ પાણીઃકત્લ કે કેમીકલની અસર? તપાસનો વિષય

-નદીનું વહેતુ પાણી અચાનક લાલ કલરનું થઈ જતાં જોવા જનમેદની ઉમટી

Updated: Sep 29th, 2019

GS TEAM

Google News
Google News
દાહોદની  દુધમતિ નદીમાં લાલ પાણીઃકત્લ કે કેમીકલની અસર? તપાસનો વિષય 1 - image

દાહોદ તા.29 સપ્ટેમ્બર 2019 રવીવાર

દાહોદ શહેરની દુધમતિ નદીમાં   લાલ કલરનું પાણી વહેતુ થતાં નગરજનોના ટોળે ટોળા સૃથળ પર આ પાણી જોવા ઉમટી પડયા હતા.  

 આજે વહેલી સવારે દાહોદ શહેરની પવિત્ર એવી  દુધમતિ  નદીના કિનારે લોકટોળા ઉમટી પડયા હતા. આ નદીમાં લાલ કલરનું પાણી આખી નદીમાં વહેતુ  થતાં લોકોમાં આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતુ.આ બાબતની જાણ સત્તાધીશોને જાણ થતાં   તાત્કાલિક નદી તરફ દોડી આવ્યા હતા . આ લાલ કલરના પાણીનો ભેદ ઉકેલવા મથામણ કરી હતી.નદીને અડી  આવેલ સ્માશાન ગૃહ, આસપાસના  નાળાઓ, રહેણાંક સોસાયટીઓ  વગેરે વિસ્તારોમાં  તપાસ હાથ ધરી   છે .

આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને જાણ કરાતાં  તેઓ દાહોદ નગર પાલિકા તથા રેલ્વે કારખાનાને  જાણ કરી આ પાણી ક્યાથી આવે છે અને કેવુ પાણી છે? જે બાબતે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ  નદીમાં વહેતુ આ લાલ કલરનું પ્રવાહી પાણીનું  સેમ્પલ તાત્કાલિક અસરાથી લેવડાવવા આવે તેમજ તેને એફ એશ એલમાં પરીક્ષણ માટે  સેમ્પલ મોકલી દેવામાં આવે  તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે. 

હાલ દાહોદ શહેરની  દુધમતિ નદીમાં વહેતુ થઈ રહેલા  આ લાલ કલરના પ્રવાહી પાણી વિશે અનેક અફવાઓ,ચર્ચાઓ જોર પકડયુ છે . આ સમગ્ર ઘટના એક તપાસનો વિષય માંગી લે છે કારણ કે, આ પ્રવાહી ઝેરી પણ હોઈ શકે, માનવ આૃથવા પશુઓના  સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ વહીવટી તંત્ર દ્વારા આ લાલ કલરના પાણીની ચકાસણી કર તેવી માંગ છે.

Tags :