અંધારી ગામે પતિએ પત્નીને માર મારતાં પાંસળીમાં ઇજાથી મોત
દાહોદ તા.7 ડિસેમ્બર 2019 શનિવાર
લીમખેડા તાલુકાના અંધારી ગામે પતિએ પત્નિને પેટના ભાગે માર મારતાં મહિલાને પાંસળીના ભાગે ગંભીર ઈજા થતાં અને લોહી નીકળતા મોત નીપજ્યુ હતુ.
લીમખેડા તાલુકાના અંધારી ગામે નિશાળ ફળિયામાં રહેતા બચુભાઈ ભયલાભાઈ વાદીએ પત્નિ ચતુરીબેન બચુભાઈ વાદી (ઉ.વ.48) ને ગત તા.૫. ના રોજ પેટના ભાગે માર મારવાથી શરીરમાં ડાબી બાજુ નીચેની પાંસળીના અંદરના ભાગે બરોળ તુટી જવાથી લોહી વહી જવાના કારણે ચતુરીબેનનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે તળાવ ફળિયામાં રહેતા ગલાભાઈ છગનભાઈ વાદીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.