Get The App

લીમખેડા-સીંગવડ તાલુકાના ૧૧૭ ગામોમાં ત્રાટકેલી વીજ સ્કવોર્ડ

-૫૫ જોડાણો ગેરરિતીના ઝડપાયા ઃ ૪.૫૦ લાખનો દંડ

Updated: Nov 14th, 2018

GS TEAM


Google News
Google News

લીમખેડા,તા.14 નવેમ્બર 2018 બુધવારલીમખેડા-સીંગવડ તાલુકાના ૧૧૭ ગામોમાં ત્રાટકેલી વીજ સ્કવોર્ડ 1 - image

લીમખેડા અનેસીંગવડ તાલુકાનાગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરી અટકાવવા માટે આજે વીજકંપનીની કુલ ૧૪ ટીમો ૧૧૭ ગામોમાં ત્રાટકી હતી. ૮૯ વીજ કનેકશનોનું ચેકીંગ હાથ ધરવામાં આવતા ૫૫ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાઇ જતા તેઓને કુલ રૃા.૪.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 

ગ્રામ્ય વિસ્તારોમાં વિજચેકીંગ કર્મચારીઓનો કાફલો ઃ વીજચોરી કરનારા તત્વોમાં ફફડાટ

લીમખેડા અને સીંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદોના પગલે વીજકંપની ૧૪ ટીમોએ ગ્રામ્ય વિસ્તારોમાં દરોડો પાડયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વીજકંપનીના કર્મચારીઓનો કાફલો જોઇને ગ્રામિણજનોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી.  ૧૧૭ ગામોમાં રેડ કરીને ૮૯ કનેકશનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન ૫૫ કનેકશનોમાથી વીજચોરી થતા ઝડપાઇ હતી. તેથી વીજચોરી કરતા ઝડપાયેલા વીજ કનેકશનધારકોને વીજકંપનીએ રૃા.૪.૫૦ લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ નહી  ભરે તો તેઓ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. તેથી વીજકંપનીના નાયબ ઇજનેર ગેરરીતિમાં ઝડપાયેલા ૫૫ કનેકશન ધારકોને રૃા.૪.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 

Tags :