ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને લૂંટી લેનાર ચાર આરોપી પુસરી ગામેથી ઝડપાયા
-રૂ.95,700ની રોકડ રકમ જપ્ત
દાહોદ તા.12 માર્ચ 2020 ગુરૂવાર
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લૂંટી લેવાના બનાવોમાં બનવા પામ્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે એક્શન પ્લાન બનાવી દાહોદ જિલ્લાની તમામ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખવા જિલ્લામાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ.
દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે, પુસરી ગામે રૂ.1,22,૦૦૦ ની રોકડ સાથે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લૂંટી લેનાર મુખ્ય સુત્રધાર સહિત ચાર ગરબાડા ચોકડી નજીક ઉભા હોવાની બાતમી મળતાં પોલીસે ચારેય લૂંટારૃઓને રૂ.95,700ની રોકડ રકમ સાથે ઝડપી પાડી ઝડપી પાડયા હતા.ચાર પૈકી એક આરોપી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો .
ગતરોજ પોલીસને મળેલ બાતમીના આધારે કેટલાક દિવસો પુર્વે પુસરી ગામે બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓનેરૂ.1,22,૦૦૦ ની રોકડ સાથે લૂંટી લેવાના બનાવમાં સંડોવાયેલા ચાર શખ્સો ગરબાડા ચોકડી આશારામ આશ્રમ નજીક ઉભા હોવાની માહિતી મળતા પોલીસે એલર્ટ બની હતી.
સ્થળ પર વોચ ગોઠવી ચારે શખ્સોને ઝડપી પાડયા હતા.પુછપરછમાં ચારેય પોતાના નામ સુનીલભાઈ ઉર્ફે ગારી નિનામા (રહે. મોટી ખરજ, થાનથકી ફળિયુ,તા.જી.દાહોદ), મયુરકુમાર રમેશભાઈ પલાસ, (મોટી ખરજ), પપ્પુ પાંગળાભાઈ માવી, (બોરખેડા,તા.દાહોદ) અને વિનોદભાઈ પારૃભાઈ પરમાર (રહે.મોટી ખરજ) જણાવ્યું હતુ.પોલીસે ચારેયની અંગઝડતી કરતાં રૂ,95,700 તથા એક બાઇક મળી કુલ રૂ.1,35 ,૦૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.