દેવગઢ બારીઆમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરીને બાપ-દીકરો ફરાર
એજન્ટો અને સભ્યોને આપેલા તમામ ચેક પાછા ફર્યા
દાહોદ તા.23 સપ્ટેમ્બર 2019 સાેમવાર
દેવગઢ બારીઆ નગરમાં 2015 માં જય ખોડીયાર મિત્ર મંડળના નામની ઓફિસ ખોલી લોભામણી લાલચ આપી એજન્ટો અને સભ્યોના લાખો રૃપિયાના ચેક રીટર્ન થતાં લોકો ઠગાયાનો અહેસાસ થયો હતો. પિતા - પુત્ર ઓફિસ બંધ કરી પલાયન થઈ જતાં બંન્ને વિરૃધૃધ દેવગઢ બારીઆ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરના ચેનપુર રોડ પર પંડિત દિન દયાલ સ્ટોરની બાજુમાં નવીનચંદ્ર હીરાલાલ શાહના મકાનમાં રહેતા મૂળ હાલોલના કેયુર જયંતિલાલ વરીયા તથા તેના પિતા જયંતિલાલ લાલજીભાઈ વરીયા દેવગઢ બારીઆ નગરના લાલાભાઈ પાર્ક ખાતેના શિવ પ્લાઝામાં તા.13.12.2015 ના રોજ જે.કે. એમ.કન્સ્ટલ્ટન્સી બી. (જય ખોડીયાર મિત્ર મંડળ) નામની ઓફીસ ખોલી હતી અને ઓફીસમાં 500 સભ્યોની સ્કીમ ચાલુ કરી હતી
આ સ્કીમમાં રૂ.1૦૦૦ના ૪૦ હપ્તા ભરે અને 4૦,૦૦૦ પુરા થયે તેને 5૦,૦૦૦ આપવાની લાલચ આપી લોભામણી સ્કીમ ચાલુ કરી હતી. જેમાં બાપ-દીકરાએ ચેતનકુમાર ભુપેન્દ્રકુમાર સથવારાના ૨૨ સભ્યોના રૂ.13 લાખનો ચેક તા.15 .3.2019 ચેક ,નગવાવ ગામના હરીશકુમાર વીરસીંહ પરમારના ૨૪ સભ્યોના 12૦૦,૦૦૦ (બાર લાખ)નો તા.13.3.2019 નો ચેક તથા દેવગઢ બારીઆ જાની ફળિયામાં રહેતા નયનાબેન મહેશકુમાર પંડયાને 1,50,૦૦૦ નો તા.15.3.2019 ના રોજનો ચેક તથા દેવગઢ બારીઆ કસ્બામાં રહેતા અબ્દેલ વાજીદ જાવેદ શેખના 23 સભ્યોના રૂ.4,32,૦૦૦ નો તા.5.4.2019 ના રોજનો ચેક , દેવગઢ બારીઆ એસ.આર.હાઈસ્કુલની પાછળ રહેતા પથીક રાજેશકુમાર ભટના 15 સભ્યોના 17 હપ્તાના રૂ.2,55,૦૦૦ નો ચેક આપ્યો હતો.
દેવગઢ બારીઆ સુથારવાડાના ચેતનકુમાર ભુપેન્દ્રકુમાર સથવારા તથા અન્ય જેઓને ચેક આપ્યા હતા તેઓએ તે ચેક બેન્કમાં જમા કરાવતાં તે તમામના ચેકો રીટર્ન થતાં પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો.
કેયુર જયંતિલાલ વરીયા તથા તેના પિતાએ તા.25-3 -2019 સુધી પોતાની ઓફિસ ચાલુ રાખી દરેક સભ્યોની પૈસા ભરેલ ચોપડીઓ હિસાબ કરવાનો છે તેમ કહી ચોપડીઓ જમા લઈ જે.કે.એમ.એમ.કન્સ્લ્ટન્સી બી. (જય ખોડીયાર મિત્ર મંડળ) ની એફિસ તાળાં મારી દેવગઢ બારીઆ છોડી ભાગી છુટયા હતા.
આ સંબંધે દેવગઢ બારીઆ નગરમાં સુથારવાડામાં રહેતા ચેતનકુમાર ભપેન્દ્રકુમાર સથવારાએ દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે બાપ - દિકરા વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.