દેવગઢબારીયામાં રજવાડા સમયથી દર વર્ષે યોજાતો પરંપરાગત દશેરાનો મેળો
દેશી પાવા (વાંસળી) આકર્ષણનું કેન્દ્ર મોટી સંખ્યામાં ઉમટતા આદિવાસીઓ
દેવગઢબારીયા,તા.16,ઓક્ટોબર,2018,મંગળવાર
દેવગઢબારીયા નગરમાં રજવાડા સમયથી દશેરાનો મેળો ભરાય છે. જે મેળો હાલ પરંપરાગત મુજબ ચાલ્યો આવતો દશેરાનાં દિવસે આજે પણ આ મેળો માણવા અનેક લોકો મોટી સંખ્યામાં આવે છે.
મેળામાં મનોરંજનના સાધનો જેવા કે ચકડોળ, મોતનો કુવો, બ્રેક ડાન્સ જેવા અનેક મનોરંજન ના સાધનોથી સજજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં મનોરંજન ના સાધનો ચકડોળ, ચકેડી, મોતનો કુવો, બ્રેક ડાન્સ જેવા અનેક મનોરંજનના સાધનોથી સજજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં મનોરંજનના સાધનો સહિત ખાણ પીણાની દુકાનોથી લઈ રમકડા તેમજ ઘરવખરી સામાનની પણ અનેક દુકાનો લાગે છે. આ મેળામાં ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકો વાંસળી જે વગાડતા નાચગાન કરતાં જોવા મળે છે. આ પાવા વાહન અને આદિવાસી નૃત્ય એ મેળાનું આકર્ષણનું કેન્દ્ર બીદુ સમાન જોવાય છે. આ મેળો માણવા છોટાઉદેપુર, ધાનપુર, ગરબાડા, તાલુકાના મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે. મનોરંજનના સાધનોને પણ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.