દાહોદના સબરાળા ગામે કોતરમાં નહાવા પડેલો યુવાન ડૂબી જતાં મોત
દાહોદ તા.26 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર
દાહોદ તાલુકાના સબરાળા ગામે બે મિત્રો કોતરમાં ગયા હતા. જ્યા એક મિત્ર કોતરના પાણીમાં કપડા ાૃધોતો હતો જ્યારે બીજો મિત્ર કોતરના પાણીમાં નહાતો હતો. એકાએક કોતરના ઉંડા પાણીમાં નહાવા પડેલો મિત્ર પાણીમાં ડૂબી ગયો હતો. સાૃથાનિક તરવૈયા દ્વારા કલાકોની જહેમત બાદ યુવકની લાશ મળી આવી હતી.
દાહોદ તાલુકાના સબરાળા ગામે બે મિત્રો ગામમાં આવેલી કોતર તરફ ગયા હતા .જેમાં એક મિત્ર કોતરમાં કપડા ધોતો હતો અને બીજા એક કોતરના પાણીમાં ન્હાવા પડતાં જોતજાતમાં ન્હાવા પડેલા ૧૭ વર્ષીય યુવક કોતરના પાણીમાં ડુબી ગયો હતો જ્યારે બીજા મિત્રએ આ દ્રશ્ય જોતા તેને બુમાબુમ કરતા ગ્રામજનોના ઉમટી પડયા હતા. સૃથાનીક તરવૈયાઓ દ્વારા ૨ કલાકની જહેમત બાદ યુવકની લાશને કોતરના પાણીમાં બહાર કાઢી હતી. આ ઘટના યુવકના પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ જવા પામ્યો હતો.