દાહોદના ગોદી રોડ વિસ્તારમાં ગુજરાત ગેસ કનેક્શનની પાઇપ લાઇનમાં અગમ્ય કારણે આગ લાગતા દોડધામ
દાહોદ, તા. 20 જુલાઇ 2019, શનિવાર
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં ગુજરાત ગેસ કનેક્શનનો પ્રારંભ થઈ ચુક્યો છે .અગાઉ એકવાર ગેસ પાઈનમાં લીકેજ સર્જાતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે આજે બીજીવાર આજ વિસ્તારમાં ગેસ પાઈપ લાઈનમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામો મચી ગઇ હતી. તંત્રને ઘટનાની જાણ થતાં દોડતુ થઈ ગયુ હતુ.
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તાર ખાતે ગુજરાત ગેસ કનેક્શન દ્વારા રાંધણ ગેસનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. અગાઉ એકવાર આ જ વિસ્તારમાં ગેસ લાઈનની પાઈપમાં લીકેજ સર્જાતા દોડધામો મચી જવા પામી હતી પરંતુ આજે ફરીવાર આજ વિસ્તારમાં આ ગેસ પાઈપ લાઈનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા વિસ્તારના રહીશોમાં ફફડાટ સાથે વિસ્તારમાં અફરા તફરીનો માહાલો જોવા મળ્યો હતો. સદ્નસીબે આ ગેસ પાઈપ લાઈનમાં આગ ફાટી નીકળતા કોઈ પ્રકારની જાનહાની કે મોટુ નુકસાન થતું અટક્યુ હતુ.
ઘટનાની જાણ ગેસ કંપની ઓએનજીસીને થતાં આ કંપનીના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યા યુધ્ધના ધોરણે ગેસ પાઈપ લાઈનનું સમારકામ હાથ ધરી પુનઃ આ વિસ્તારમાં ગેસ પુરવઠો રાબેતા મુજબ ચાલી કરી દેવામાં આવ્યો હતો.