ખારીયાના પટમાં ઝૂંપડીમાંથી રૂ.૪૧ હજારનો વિદેશી દારૂ ઝડપાયા
-પોલીસને જોઈ બૂટલેગર ફરાર
દાહોદ,તા. 13 નવેમ્બર ,2018 , મંગળવાર
સુખસર પોલીસે બાતમીના આધારે સુખસર ગામની ખારીયા નદીના પટ પાસે કંતાનના ઝૂંપડામાં ધમધમતી દારૂની હાટડી પર રેડ પાડી રૂપિયા ૪૦,૭૦૦નો દા રૂઝડપી લીધો હોવાનું જ્યારે પોલીને જોઈ બુટલેગર નાસી ગયો હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસે બપોરે સુખસર ગામની ખારીયા નદી પર ત્રાટકી હતી. અને સખસર ગામના પંચાલ ફળિયા પાછળ અગ્રવાલ સોસાયટીમાં રહેતા લાલો ઉર્ફે લલીતભાઈ હરિપ્રસાદ અગ્રવાલે પોતાની દેખરેખ હેઠળ ખારીયા નદીના પટમાં બનાવેલા કંતાનના ઝૂંપડામાં પોલીસે રેડ પાડતા પોલીસને જોઈ લાલો ઉર્ફેે લલીતભાઈ હરિપ્રસાદ અગ્રવાલ નાસી ગયો હતો.
પોલીસે નદીના પટમાં કંતાનના ઝૂંપડામાંથી રૂપિયા ૪૦,૭૦૦ની કુલ કિંમતના દારૂ ટીન બીયર તથા કાચની, પ્લાસ્ટીકની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ-૪૮૧ ઝડપી કબ્જે લીધી હતી.
આ સંબંધે સુખસર પોલીસે સુખસર ગામના પંચાલ ફળિયા પાછલ અગ્રવાલ સોસાયટીમાં રહેતા લાલો ઉર્ફે લલીતબાઈ હરિપ્રસાદ અગ્રવાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.