Get The App

દાહોદ રેલવે વર્કશોપના ત્રણ કર્મચારી ચોરી કરતાં ઝડપાયા

એલઆરએસ સ્ટોરનું તાળુ તોડતા આરપીએફની નજરે ચઢી ગયા

Updated: Oct 3rd, 2018

GS TEAM

Google News
Google News
દાહોદ રેલવે વર્કશોપના ત્રણ કર્મચારી ચોરી કરતાં ઝડપાયા 1 - image

દાહોદ તા.3,ઓકટોબર,2018,બુધવાર

દાહોદ રેલવે વર્કશોપના એલ.આર.એસ.પાવર હાઉસમાં નોકરી કરતાં ત્રણ કર્મચારીઓ બપોરના સમયે એલ.આર.એસ.સ્ટોરનું તાળું તોડી ચોરી કરવાની કોશીશ કરતાં આર.પી.એફના હાથે પકડાઇ ગયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ રેલવે વર્કશોપમાં નોકરી કરતા અને હાલ દાહોદ પરેલ ત્રણ રસ્તા  રેલ્વે કોલોનીમાં રહેતા અજય મહેન્દ્ર શુકલા,રતલામના શજાભાઇ તથા દાહોદ ધાબીઘાટના ટીનુમહાવર ઉર્ફે ટીકટ એમ ત્રણે જણા ગત તા.૩૦-૯-૨૦૧૮ના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે એલ.આર.એસ.પાવર હાઉસના એલ.આર.એસ.સ્ટોરનું તાળું તોડી ચોરી  કરવાની કોશીશ કરતા આર.પી.એફ જવાનના હાથે પકડાઇ ગયા હતા.

આ સંબંધે દાહોદ વર્કશોપના આર.પી.એફ.ઇન્સપેકટર સોમનાથ ગોરખનાથ સંકપાળએ દાહોદ ટાઊન પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.