દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ ચાલક ફરાર
રૂ.દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત
દાહાેદ તા.13 અાેક્ટાેબર,2018,શનિવાર
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી દરમિયાન એક કાર ઝડપી પાડી હતી . કારમાંથી રૂ.૮૧,૬૫૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. કાર ચાલક પોલીસેને ચકમો આપી ફરાર થઇ ગયાનું જાણવા મળ્યુ છે.
દેવગઢ બારીઆ પોલીસે બાતમીના આધારે રાત્રે ભથવાડા ટોલનાકા પર નાકાબંધી કરી આવતા જતાં નાના મોટા તમામ વાહનો પર નજર રાખી હતી.તે દરમિયાન બાતમીવાળી કાર દૂરથી આવતી નજરે પકતા પોલીસે કારના ચાલક તથા બીજા બે ઇસમો ભથવાડા ટોલનાકાથી થોડે દૂર રોડ પર પોતાના કબજાની કાર મૂકી નાસી ગયા હતા.
કારની તલાશી લેતા તેમાંથી ૮૧,૬૫૦ ની કુલ કિમતની વિદેશી દારૃની બોટલો નંગ ૧૫૦ મળી આવી હતી.દારૃની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ૭૦,૦૦૦ ની કાર મળી રૂપિયા ૧,૫૧,૬૫૦ નો મુદ્દામાલ કબજો લીધો હતો.દેવગઢ બારીઆ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.