દાહોદમાં ગાયગૌહરી દર્શન સાથે ગોપાષ્ટમીની ઉજવણી
-વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હવેલીઓમાં કુનવારા મનોરથ સાથે ગાયોની અષ્ટાંગ યોગ સાથે સેવા
દાહોદ તા.16 નવેમ્બર 2018 શુક્રવાર
કારતક સુદ આઠમના દિવસે પ્રભુ નંદરાજકુમાર પ્રથમવાર ગૌચારણ માટે વનમાં પધાર્યાના ભાવથી ઉજવાતી ગોપાષ્ટમી દાહોદમાં અને કાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ધામધુ પુર્વક ઉજવવામાં આવી હતી તેમજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ત્થા શ્રી ગોકુલનાથજી હવેલીમાં કુનવારા મનોરથ સાથે ગોપગણ દ્વારા ગાયાની અષ્ટાંગ યોગથી સેવા કરવામાં આવી તેમજ ગાય ગૌહરી દર્શન પણ યોજાયો હતો. આઠમની તીથીએ ગૌ પુન કરીને પ્રભુ સ્વંય ગાયો ચરાવવા પધાર્યા હોઈને ગોપ અષ્ટમીનું વિશેષ મહત્વ રહેલુ છે.
આજરોજ શુક્રવારે યોજાયેલ આ ઉત્સાહમાં ગાયોની સેવા ભગવાનની સેવાની જેમ થાય છે.આમ તો પુષ્ટીમાર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ગાયોનુ પાલન, લાલન,ગોક્રીડન, ગૌસંવર્ધન વિગેરે થાય છે. પ્રજમાં શ્રી કૃષ્ણની સમસ્ત જીવનક્રિયા ગૌચારણમાં થઈ તેથી જ કૃષ્ણનું નામ “ ગોપાલ” પડ્યુ. આ ગોપ અષ્ટમીની ઉજવણી ભારે ધર્મભાવના અને સમુહભાવના સાથે કરવામાં આવી હતી. અત્રેની અનાજ મહાજન દ્વારા સંચાલિત ગૌશાળાની ગાયો સાથે બન્ને હવેલીની ગાયોનું પુજન કરવામાં આવ્યુ હતુ. ગાયોના ગોવાળાનુ આજે વિશેષ મહત્વ અંકાય છે. પ્રભુ ગાયો વગર એક ક્ષણ પણ રહેતા નથી. વૈષ્ણ હવેલીમાં શ્રૃંગાર પછી કુનવારાનો ભોગ આપ્યો હતો અને તેની સાથે જ ગોપી વલ્લભ ભોગ પણ આપવામાં આવ્યો હતો. નંદાલયની ભાવનાથી પ્રભુ ગૌચારણ કરવા પધારે ત્યારે સર્વ ગ્વાલ બાલ સાથે ભોગ આરોગીને પછી ગૌચારણ માટે પધારે છે. એ ભાવનાથી કુનવારાનો ભોગ આપવામાં આવ્યો હતો. ભોગમાં નિત્ય સામગ્રી ઉપરાંત ખાસ સામગ્રીમાં દહીંની સેવના લાડુ,દહીં ભાત, બિલસારૂ, પકોડીની કઢી, પાપડ, કચરીયા, છડીયાદાળ વિગેરે ધરાવવામાં આવ્યું હતુ.
વૈષ્ણવોએ હવેલી ચોકમાં પધારેલી ગાયોને ઘાસ,લાડવા વિગેરે ખવડાવીને ધન્યતા અનુભવી હતી. નાના ભુલકા થી માંડી અબાલવૃધ્ધ સૌએ ગાયોને સાંષ્ટાંગ દંડવત કરી શ્રી ઠાકોરીના ભાવનો અંગીકાર કર્યાે હતો. ગોપાષ્ટમીના વિવિધ દર્શનો પૈકી શ્રી ઠાકોરજીને રૂપેરી જરીનો, લાલ કેસાવાળો સુદર ગદલ ધર્યાે હતો તેમજ તકીયા ઉપર મેઘશ્યામ અને ગાદી ઉપર લાલ બિછાવટ કરવામાં આવે છે. ઉત્સવમાં પ્રભુને સુખ માટે કેસર કસ્તુરી,કમળ,હનો,ગુલાબ વિગેરે અત્તર સમર્પણ કરવામાં આવ્યુ હતુ.
સાંજે આશરે સાડા છ સાત સુમારે હજારો વૈષ્ણવજનોની હાજરીમાં શ્રી ગોવર્ધનનાથ કી જયના ગનન ભેદી નારા સાથે હવેલી ચોકમાં ગાય ગૌહરી દર્શન પણ યોજાયો હતો. ગાય ગૌહરી માટે આવેલ ગાયો પૈકી રંગબેરંગી શ્રૃંગાર સાથેની મુખ્ય એક ગાયને મંદીરમાં શ્રી ઠાકોરજી સન્મુખ લઈ જઈ તેની સેવા પુજા કરવામાં આવી હતી જ્યા પ્રથમ ભોગ ગાયને અર્પવામાં આવ્યો હતો ત્યાર પછી જ ગોવાળની પુજા એટલે કે, ટીલક કરવામાં આવ્યુ હતુ. પ્રભુ આજે પ્રથમવાર વનમાં ગૌચારણ માટે પધાર્યા હોઈને સમગ્ર સૃષ્ટીમાં એક પ્રકારની આલહાદકતા આનંદ વ્યાપે છે તે સમયે શ્રી કૃષ્ણમય બનેલી ગાયો હણહણી તોફાને ચડે છે. ભાવ વિભોર બનેલી ગાયો આમતેમ દોડે છે. તેની સાથે ગોપગણ પણ એટલો જ ભાવ વિભોર બને છે. સમગ્ર ગૌધન,ગોપ અને પ્રભુ ઐક્યતા કેળવે છે. એકમેકમાં એટલા ઓતપ્રોત થાય ચે કે, ગોવાળો પણ ધુળમાં આળોટે છે. ગાયો તેઓ ઉપરથી પસાર થાય છે એ આલ્હાદક ક્ષણની પ્રતિકૃતિ સમાન ગાય ગૌહરી દર્શન યોજાતા હોવાનું પણ ઉલ્લેખાય છે અને તેથી જ ગોપાષ્ટમીને દિને દાહોદ શહેરની શ્રી ગોકુલનાથજી હવેલી અને શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં ગોવાળો માર્ગમાં આળોટી તેઓ ઉપરથી ગાયો પસાર કરાવી સૌ ભક્ત જનોને ગાય ગૌહરી દર્શનનો લાભ આપે છે એ સમયે ગાય ગૌહરી પડનાર ગોવાળમાં ભક્તજન તેની પુજા કરી પ્રભુ પ્રત્યેની કૃતકૃતજ્ઞા વ્યક્ત કરી હતી અને શ્રી કૃષ્ણના પ્રતિક એવા મોરપિચ્છ ધારણ કરેલ ગોયાનું પુજન કરી વિશેષ ભાવથી ગોપ અષ્ટમીની ઉજવણી કરી હતી.