વાંદરીયા ગામના યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
-અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી
દાહોદ તા.4 માર્ચ 2019 સાેમવાર
દાહોદ તાલુકાના વાંદરીયા ગામના મોહનીયા ફળીયાના ધો.૧૨ના ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ કોઇ અગમ્ય કારણોસર ગળાના ભાગે સફેદ કલરનો રૃમાલ બાંધી ગળેફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યાનું જાણવા મળેલ છે.
વાંદરીયા ગામે મોહનીયા ફળીયામાં રહેતા ૪૧ વર્ષીય રાજેશભાઇ હુરસીંગભાઇ બીલવાળનો પુત્ર (ઉ.વ.૨૦) અંકીતભાઇ રાજેશભાઇ બીલવાળ આગામી ધો.૧૨ની પરીક્ષા આવતી હોઇ જેથી અવારનવાર ટેન્શનમાં જ રહેતો હતો.
છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતો હતો. કોઇનું કહ્યું માનતો પણ ન હતો. તેને કોઇ વાતનું મનમાં લાગી આવતા તેને અગમ્ય કારણોસર પરમ દિવસ તા.૧-૩-૨૦૧૯ના રોજ સવારે થી સાંજના ગાળામાં ગળાને ભાગે સફેદ કલરનો રૃમાલ બાંધી ગળે ફાંસો ખાઇ મોત વ્હાલુ કરી લીધુ હતું. રાજેશભાઇ બીલવાળ ખેતરેથી ઘરે આવ્યા હતા. પોતાના દીકરા અંકીતની ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ નજરે પડી હતી.
આ સંબંધે વાંદરીયા ગામના મોહનીયા ફળીયાના રાજેશભાઇ હુરસીંગભાઇ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના વધુ તપાસ હાથ ધરી છે.