પૂરઝડપે દોડતા રેંકડામાંથી પટકાયેલી બાળકીનું મોત
-પરમારની ખાપરીયા ગામે ટ્રેક્ટરની અડફેટે બાઇક ચાલકને ઇજા
દાહોદ તા.9 માર્ચ 2019 શનિવાર
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના જુદી જુદી જગ્યાએ બનેલા બે બનાવોમાં ૧ વર્ષીય બાળકીનું સ્થળ પરજ મોત નિપજવાનું તથા કેટલાક પેસેંજરોને ઇજાઓ થયાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ફતેપુરા તાલુકાના વડવાસ ગામે સવારે બનવા પામ્યો હતો. જેમાં એક રેકડા ચાલક તેના કબજાના રેંકડામાં પેસેંજરો ભરી રેંકડો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ જતાં રેંકડાની વધુ પડતી ઝડપના કારણે ચાલકે સ્ટેરીંગપરનો કાળુ ગુમાવી દેતાં રેંકડો પલ્ટી ખાઇ જતાં રેંકડામાં બેઠેલ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામના અશ્વિનભાઇ લાલસીંગભાઇ પારગીની ૧ વર્ષીય દીકરી પીનલબેનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતુ. જ્યારે રેંકડામાં બેઠેલા અન્ય પેસેંજરોને ઓછી વત્તી ઇજા થવા પા૩મી હતી. જ્યારે રેંકડાચાલક તેનો રેંકડો સ્થળ પર મુકી નાસી ગયો હતો.
આ સંબંધે સીમલીયા ગામના અશ્વિનભાઇ લાલસીંગભાઇ પારગીએ ફતેપુરા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે રેંકડાના ચાલક વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ લીમખેડા તાલુકાનાં પરમારના બાબરીયા ગામ સાંજે બન્યો હતો. જેમાં એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું પુરઝડપે ગલતભરપી રીતે હંકારી લઇ આવી સામેથી આવતી ચેડીયા ગામના બીજીયાભાઇ બચુભાઇ તડવીની મોટર સાયકલને સામેથી ધડાકાભેર ટક્કર મારી નાસી જતાં મોટર સાયકલ ચાલક લુજીયાભાઇ બચુભાઇ તડવીને જમણા પગની સાથળ તથા થાપાના ભાગે ફેક્ચર થવા પામ્યું હતું. જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ જેનુભાઇ વીરસીંગભાઇ હઠીલાને જમણા હાથે તથા શરીરે ઇજા થવા પામી હતી.
આ સંબંધે ટ્રેક્ટરના માલિકે દવા-સારવારના પૈસા આપવા માટે કહ્યું હતું. અને ફરિયાદ કરવાની ના પાડી હતી. પરંતુ દવા સારવારના પૈસા ન આપતાં લુજીયાભાઇ બચુભાઇતડવીએ લીમખેડા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.