બાઇકચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માતઃસવારનું મોત
-દાહોદના જેકોટ ગામનો બનાવઃચાલકને ઈજા
દાહોદ,તા.26 ડિસેમ્બર 2018 બુધવાર
દાહોદ તાલુકાના જેકોટ ગામે એક મોટરસાઈકલ પર સવાર થઈ બે વ્યકિત પસાર થઈ રહ્યા હતા તે સમયે મોટરસાઈકલની વધ ુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રસ્તાના ડિવાઈડર સાથે અથડાતા પાછળ બેઠેલા વ્યકિતને શરીરે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યાનું જ્યારે મોટરસાઈકલ ચાલકને શરીરે ઈજા થયાનું જાણવા મળે છે.
બાઇક ચાલક ઇજાગ્રસ્ત
ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે નદી ફળિયામાં રહેતા મલસીંગભાઈ કાળીયાભાઈ ડામોર અને માનજીભાઈ મગનભાઈ ડામોર એમ બંન્ને એક મોટરસાઈકલ પર સવાર થઈ ગતરોજ દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થઈ રહ્યા હતા .
તે સમયે મલસીંગભાઈ કાળીયાભાઈ ડામોરે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રસ્તા પર આવેલ ડિવાઈડર સાથે મોટરસાઈકલ જાશભેર અથડાતા પાછળ બેઠેલ માનજીભાઈ મગનભાઈ ડામોરને શરીરે ગંભીર ઈજા થતા તેમનુ મોત નીપજ્યું હતુ ,જ્યારે મોટરસાઈકલ ચાલક મલસીંગભાઈ કાળીયાભાઈ ડામોરને પણ શરીરે ઈજા પહોંચી હતી.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે નદી ફળિયામાં રહેતા મગનભાઈડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.