દાહોદમાં એક ડોક્ટર સહિત 19 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો
દાહોદ તા.14 જુલાઇ 2020 મંગળવાર
દાહોદમાં લોકડાઉનમાં મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા કોરોનાના કેસ હતા પરંતું અનલોક-1 બાદ અને તેમાંય છેલ્લા થોડા દિવસોમાં બહારથી આવેલા અને સ્થાનિક સંક્રમણથી કોરોના કાબુ બહાર જઈ રહ્યો છે. મંગળવારને નગરના એક ડોક્ટર સહિત 19 વ્યકિતઓના કારોના રિપોર્ટ પોઝિટિવ આવતાં લોકોમાં ગભરાય ફેલાઈ ગયો છે.
દાહોદમાં આજે એક સાથે 19 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો છે.બીજી તરફ આરોગ્ય તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજના આ 19 પોઝિટિવ કેસોમાં ૩ અલગ અલગ કુંટુંબોના કુલ 9 વ્યક્તિઓ એક સાથે પોઝિટિવ આવ્યા છે અને એક દાહોદના ડોક્ટર પણ પોઝિટિવ આવ્યા છે.
આ પોઝિટિવ દર્દીઓ પૈકી એક દાહોદના ર્ડા.કૈઝાર દાહોદવાલા પોઝિટિવ આવતા ડોક્ટર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. આમ, દાહોદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 170 જ્યારે એક્ટીવ કેસ 102 કેસ એક્ટીવ છે અને અત્યાર સુધી કુલ 9 લોકોના મૃત્યુ થયા છે.