ધાનપુર તાલુકાના નવુ ગામે કરંટ લાગતાં યુવકનું મોત
ધાનપુર તા.20 ઓક્ટાેબર 2019 રવીવાર
ધાનપુર તાલુકાના નવુ ગામમાં અદલવાડા તળાવ પાસેના વીજ થાંભલાના અર્થિંગ વાયરને ભુલ માં અડકી જતા લાગેલા જોરદાર ઝાટકા સાથે કિશોરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
વિપુલ બારિયા તેના દાદા સાથે તળાવમાં નાહવા માટે ગયો હતો. તળાવના કિનારે આવેલા વીજ થાંભલાના અર્થીંગ વાયરને કિશોરનો હાથ અડી જતાં તેને વીજળીનો જોરદાર ઝાટકો વાગતાં એનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું.
યુવક ના મોતની ખબર સાંભળી તેના પિતાને સખત આઘાત લાગ્યો હતો અને પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. મૃતકના પિતાએ ધાનપુર પોલીસમાં બનાવ અંગે જાણ કરી હતી.