Get The App

દાહોદમાં કોરોના વિસ્ફોટઃસાગમટે કોરોના પોઝિટિવના 7 કેસ નોંધાયા

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
દાહોદમાં કોરોના વિસ્ફોટઃસાગમટે કોરોના પોઝિટિવના 7  કેસ નોંધાયા 1 - image

દાહોદ તા.5 જુલાઇ 2020 રવીવાર

દાહોદ જિલ્લામાં આજરોજ કોરોના વિસ્ફોટ થયાે  છે. આરોગ્ય વિભાગ દ્વારા 162  સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલ્યા હતા.જેમનો રિપોર્ટ   આવતા 162 લોકોના સેમ્પલો પૈકી 155  લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા .મધ્ય પ્રદેશના એક વ્યક્તિ સહીત સાગમટે 7 લોકો કોરોના પોઝિટિવ નોંધાવા પામ્યા છે. ગઈકાલે સાંજે બે દર્દીઓ કોરોના મુક્ત થતાં  રજા આપી હતી.આજરોજ  7 પોઝિટિવ કેસો સહીત કુલ 20 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોના સંક્રમણનો ધીમાં પગે લોકલ ટ્રાન્સમિશનમાં પગપેસારાના લીધે દિન પ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે.અનલોક 2 ના પ્રથમ અઠવાડિયામાં  વીતેલા 8 દિવસમાં કુલ 18 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય તંત્ર સહીત તંત્ર  ચિંતાતુર જોવા મળી રહ્યો છે.લોકલ સંક્રમણના લીધે વધી રહેલા કોરોનાના કેસોને લઇ શહેર સહીત જિલ્લાવાસીઓએ સતર્ક રહેવાની જરૂર છે.મોટાભાગના દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના લીધે સંક્રમિત થયાં હોવાની માહિતી સપાટી પર આવી છે. જેથી આરોગ્ય સહિત વહિવટી તંત્રમાં દોડધામ મચી  છે.દાહોદમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 162   લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા  હતા.જે પૈકી  155  લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

દાહોદમાં અત્યાર સુધીમાં કુલ 69 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 47 લોકો કોરોનામુક્ત થતા હાલ 20 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે .એક દર્દીનું વડોદરા ખાતે મૃત્યુ થવા પામ્યું છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી કરી રહી છે.

બીજી તરફ દાહોદ પોર્ટલ ઉપર આધાર કાર્ડને આધારે વડોદરા ખાતે પોઝિટિવ આવેલા મહેશભાઈ પરમાર નામક 47 વર્ષની વય ધરાવતા વ્યક્તિ  દાહોદના કોરોના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો કરે છે.પોઝિટિવ આવેલા મહેશભાઈ પરમાર પંચમહાલ જિલ્લામાં શિક્ષકની ફરજ બજાવે છે .

ગોધરા ખાતે પોતાનું રહેઠાણ ધરાવે છે.તેઓનું મૂળ વતન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામ હોઈ કેવો કેવો ની નોંધણી દાહોદ ખાતે થવા પામી છે.આમ દાહોદમાં આજે એક સાથે આઠ કોરોના પોઝિટિવ નોંધાવા પામતા શહેર સહિત જિલ્લામાં  ખળભળાટ મચી જવા પામ્યો છે.

Tags :