દાહોદ જિલ્લાના ખેડૂતોની મકાઈ-ડાંગર ટેકાના ભાવે સરકાર ખરીદશે
16-ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી કામગીરી જારી રહેશે
દાહોદ,તા.13,ઓક્ટોબર,2018,રવિવાર
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય પુરવઠા નિગમ લી.ના દાહોદ જિલ્લાના જુદા જુદા કેન્દ્ર ખાતે પ્રતિ ક્વિન્ટલ(૧૦૦ કિ.ગ્રા.) મકાઇ રૂા. ૧૭૦૦/- , ડાંગર કોમન રૂા. ૧૭૫૦/- અને ડાંગર ગ્રેડ – એ રૂા. ૧૭૭૦/- સરકાર દ્વારા દ્વારા નક્કી થયેલ ધારા ધોરણ ભાવ મુજબ તા. ૧૬-૧૦-૨૦૧૮ થી તા. ૩૧-૧૨-૨૦૧૮ સુધી ખરીદવામાં આવશે. જેથી ખેડૂત ભાઇઓએ તેમના ચાલુ વર્ષના ૭/૧૨, ૮-અના ઉતારા તથા પાસબુક નકલ / કેન્સલ ચેકની નકલ સાથે ઇ – પ્રોક્યોરમેન્ટ ખરીદીના ભમગરૂપે ઓનલાઇન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા જુદા જુદા તાલુકાના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે. ખરીદી કેન્દ્રો, સંપર્ક નંબર અને અનાજનો પ્રકાર આ મુજબ રહેશે
તદનુસાર દાહોદ(ચાકલીયા રોડ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૪૨૮૧૫૫૬૩૫, મકાઇ અને ડાંગર, ગરબાડા (ગાંગરડી રોડ, નળવાઇ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૫૮૬૦૬૧૯૯૭ મકાઇ, ધાનપુર ( શીંગાવલી, આઇ.ટી.આઇ.પાછળ)સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૦૯૯૧૩૭૩૬૪ મકાઇ, દેવગઢબારીયા(જૂની મામલતદાર કચેરી પાછળ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૮૨૩૮૫૦૬૩૧૦ મકાઇ અને ડાંગર, લીમખેડા ધાનપુર રોડ, પાલ્લી ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૪૨૮૩૬૫૨૮૮ મકાઇ અને ડાંગર, ઝાલોદ (ઠુંઠી કંકાસીયા રોડ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૯૭૯૯૮૯૨૫૪ મકાઇ અને ડાંગર, જ્યારે ફતેપુરા (બાવાની હાથોડ) સરકારી અનાજ ગોડાઉનનો સંપર્ક નંબર ૯૪૨૭૪૯૨૩૫૩ મકાઇ એમ આ કેન્દ્રો પરથી જણાવેલ અનાજના પ્રકાર મુજબ ખરીદી કરાશે.
અનાજ ખરીદીની મર્યાદા આ મુજબ રહેશે. હેક્ટર દીઠ મકાઇ ૧૬૬૨ કિ.ગ્રા. જ્યારે ડાંગર હેક્ટર દીઠ ૨૩૭૮ કિ.ગ્રા. રહેશે.