Get The App

દાહાેદમાં આરોગ્ય તંત્ર દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ

-8 વેપારીઓની દુકાનના ખાદ્ય પદાર્થોના નમૂના લઇ અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરાયો

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News
દાહાેદમાં આરોગ્ય તંત્ર દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ 1 - image

દાહોદ  તા.18 ઓક્ટાેબર 2019 શુક્રવાર

દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા  દિવાળીના તહેવારને ધ્યાને રાખી મીઠાઈ તથા ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે .દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ,શહેર,ગામડાઓમાં આવા વેપારીઓના ત્યા ખાદ્ય ચીજાની તપાસ હાથ ધરી  હતી. જે પેઢી,દુકાનમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ પણ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મીઠાઈ તથા ફરસાણના વેપારીઓને ત્યા ચેકીંગ હાથ ધરતાં મીલાવટી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે .દાહોદ જિલ્લાના બજારોમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ  દ્વારા  પ્રજાના સ્વાસ્થ્ય સાથે  ચેડા ન થાય  તેની તકેદારી રાખવા માટે  દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવા મીઠાઈ તથા ફરસાણના વેપારીઓ, પેઢીઓ, દુકાનોમાં ખાદ્ય  સામગ્રીનું ચેકીંગ હાથ ધર્યુ  હતુ .

જેમાં દાહોદ શહેરમાં આવી દુકાન,પેઢીઓના કુલ આઠ વેપારીઓની દુકાનના ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા છે. જેમાં અલ બુરહાની સ્વીટ માર્ટ, બાબજી સ્વીટ માર્ટ, મારૃતી સ્વીટ એન્ડ ફરસાણ, શ્રીનાથ સ્વીટ્સ એન્ડ ફરસાણ, ધવલ સેવ એન્ડ સ્વીટ્સ, નાકોડા નમકીન એન્ડ સ્વીટ્સ, નંદન સ્વીટ્સ, અને હુકમીચંદ સ્વીટ્સનો સમાવેશ થાય છે. 

દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાનાઓની મુલાકાત લેવામાં આવી હતી .જેમાં ફતેપુરામાં ૨૫ પેઢીઓની તપાસ કરી હતી .જેમાંથી કુલ પાંચ પેઢીઓમાંથી અખાદ્ય પદાર્થ મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો,.તેવી જ ર ીતે જેસાવાડામાંથી કુલ ૨૦ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી .જેમાંથી ૭  પેઢીઓમાંથી આશરે  ૭૦ ઠંડા પીણાની  બોટલો ૪૮ નંગ કોકાકોલા અને ફેન્ટાની બોટલો, ૨૦ પેકેટ અમુલ મસ્તી છાશ અને ૧૨ બોટલો મીરીન્ડાનો નાશ કરવામાં આવ્યો હતો. 

સંજેલી તાલુકામાં ૩૦ પેઢીઓની તપાસ કરવામાં આવે હતી .જેમાં ૫ પેઢીઓમાંથી અખાદ્ય જલેબી, ઠંડાપીણાની બોટલો વગેરેનો નાશ  કર્યો હતો .લીમખેડા,બારીઆ અને પીપલોદમાં  ૩૦ પેઢીઓની તપાસ કરાઇ હતી.

Tags :