કાતિલ ઠંડીમાં મધ્યગુજરાત ઠુઠવાયું
-મધ્યગુજરાતના દાહોદ સહિત અને અનેક શહેરમાં પારો ૧૦ ડિગ્રી ઉતર્યોઃ સાંજે છ વાગ્યા પછી કરફ્યુ જેવા દ્રશ્યો
દાહોદ, તા .15 ડિસેમ્બર , 2018, શનિવાર
મધ્યગુજરાતમાં ડીસેમ્બરના આરંભે ઠંડીએ લોકજીવન ઠંડુગાર કરી નાંખ્યું હતું. ઠંડીને પગલે સાંજે છ વાગ્યાથી માનવ કરફ્યુ લાગી ગયો હતો. રસ્તાઓ અને સોસાયટીઓમાં નહીવત ચહલપહલ જોવા મળી હતી. જો કે હવામાન વિભાગે હજી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ જણાવી હતી.
મધ્યગુજરાતમાં દાહોદ સહિત અનેક શહેંરોમાં આજનો આખોદિવસ સોથી ઠંડો રહેતા હાડ થીજાવતી ઠંડીમાં દાહોદ ઠુંઠવાયું હતુ અને તાપમાનનો પારો ગગડતા તાપમાનનો પારો આજે લઘુત્તમ ૧૦ ડીગ્રી રહેતા રખડતા ઢોરો, સ્વાનો તેમજ ઘરવિહોણાની સ્થિતિ અત્યંત કફોડી બની હતી.
જો કે રાત્રી દરમિયાન તસ્કરોની મોસમ ખીલી ઉઠી હોવાની ચર્ચા છે.તાપમાનનો પારો હજી નીચો જશે અને ઠંડીનું જાર વધુ રહેશે તેમ હવામાન ખાતા દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં શિયાળો હવે બરાબર જામ્યો છે. અને હાડ થીજાવતી ઠંડી પોતાનો પરચો બતાવી રહી છે. આજે દાહોદમાં તાપમાનનો પારો ૧૦ ડીગ્રી સુધી ગગડી જતા દાહોદવાસીઓ એ આજે હાડથીજાવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. અને વહેલી સવારે ટાઢથી બચવા લોકો તાપણાનો સહારો લેતા જાવા મળ્યા હતા.
આજની આ કાતિલ ઠંડીની અસર શહેરના બજારો પર વર્તાતા બજારો આજે મોડા ખુલ્યા હતા અને વહેલા આટોપાયા હતા. કાતિલ ઠંડીના કારણે સવારની શાળાઓમાં ભુલકાઓની પાંખી હાજરી જાવા મળી હતી. જ્યારે શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખવા માટે મોર્નીંગ વોક માટે નીકળનારાઓની સંખ્યામાં આજે વધારો જાવા મળ્યો હતો.
આજે દિવસ દરમ્યાન ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા દાહોદવાસીઓને આખો દિવસ ગરમ વિસ્ત્રોોમાં દબુરાઈ રહેવું પડયું હતુ. શહેરના ગરમવસ્ત્રોના બજારમાં વધુુ તેજી જાવા મળી હતી અને તેમાંયે આવી કમરતોડ મોંઘવારીમાં ગરમવસ્ત્રોના બજારમાં ગરમવસ્ત્રોના ભાવો સાંભળી આંખો પહોળી થઈ જાય છે જેથી ગરમ વસ્ત્રો ખરીદવા માટે ઢગલા બજારમાં લોકોની ભારે ભીડ જાવા મળી છે.
ત્યારે આવી હાડ થીજાવતી ઠંડીમાં ભિખારી , રખડતા ઢોર તેમજ સ્વાન વગેરેની હાલત કફોડી બની હતી.
સુકામેવાના ભાવોમાં ગત વર્ષની તુલનામાં ૧૦ ટકાનો વધારો
હાલ શિયાળાની જમાવટની સાથે સાથે વિવિધ પ્રકારની ભાજી તથા લીલા શાકભાજીની આવક પણ વધતા દાહોદવાસીઓ તેનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે.
જ્યારે બીજી તરફ સુકામેવાના ભાવોમાં પણ ગતવર્ષની સરખામણીમાં ૧૦ ટકા વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા ખાણીપીણીના શોખીન દાહોદવાસીઓ વસાણાના પણ એટલા જ શોખીન હોઈ સુકો મેવો ખરીદવામાં વ્યસ્ત બન્યા છે.
દાહોદમાં સુકામેવાના ભાવ
વસ્તુ કિંમત વજન
બદામ ૮૦૦ ૧ કિ.ગ્રા.
કાજુ ૯૦૦ થી ૧૦૦૦ ૧ કિ.ગ્રા.
પિસ્તા ૧૯૦૦ ૧ કિ.ગ્રા.
ખસખસ ૮૦૦ ૧ કિ.ગ્રા.