Gujarat
દેવગઢ બારિયાથી પીપલોદનો 14 કિમીનો હાઇવે બિસ્માર
By GS Team
20 Sep 20191 min read
This article was originally published on 20 Sep 2019

દેવગઢ બારિયા તા.20 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
દેવગઢબારિયા - પીપલોદનો ૧૪ કિમીનો સ્ટેટ હાઇવે અનેક સ્થળે પડેલા ખાડાઓના કારણે રસ્તો મટી જઇ ગાડા ચીલો બની ગયો હોવા છતાં તંત્ર સાવ ઉદાસીન છે.
માર્ગ પરથી નીકળતા અધિકારીઓની નજરે હજી આ માર્ગની બિસ્માર સ્થિતિ પડી નથી તેમ લાગી રહ્યું છે. વર્ષો વર્ષની બેકાળજીનું આ પરિણામ આવ્યું છે. ઉબડખાબડ માર્ગ પરના ખાડાઓમાં વરસાદના પાણી ભરાયેલા રહેતા હોવાથી રસ્તો ખતરનાક બની ચૂક્યો છે. આ રસ્તે પસાર થતાં અડધા કલાકથી વધુ સમય નીકળી જાય છે. રસ્તાની મરામત કરાવાતી નથી. સોશિયલ મીડિયામાં રસ્તાને લઇ અનેક ટીખળ થઇ રહી છે, છતાં તંત્રની આંખ ખુલતી નથી.




