દાહોદની સોસાયટીમાંથી બાઇકની ચોરી
દાહોદ તા.31 ડિસેમ્બર 2019 મંગળવાર
દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત વ્રજવિહાર સોસાયટીમાંથી ઘરના આંગણે લોક મારેલી એક એક્ટીવા ટુ વ્હીલર ગાડી ઉઠાંતરી થવા પામી હતી.
દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત વ્રજવિહાર સોસાયટીમાં રહેતા ખીમાભાઈ નાથાભાઈ ચૌહાણે ગત તા.17 ના રોજ પોતાની એક્ટીવા ટુ વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી.
આ એક્ટીવા ટુ વ્હીલર ગાડીને ચોર પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ ગયા હતા.આ સંબંધે ખીમાભાઈ નાથાભાઈ ચૌહાણે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.