કઠલા ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક ચાલકનું મોત
-બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી
દાહોદ તા.5 ડિસેમ્બર 2019 ગુરૂવાર
દાહોદ તાલુકાના કઠલા ગામે ઈન્દોર હાઈવે પર ફોર વ્હીલર ગાડીના ચાલકે બાઈકના ચાલકને ટક્કર મારતાં ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.
દાહોદ તાલુકાના કઠલા ગામે ગામતળ ફળિયામાં રહેતા દામેશભાઈ રામદિનભાઈ ધોબી (શ્રીવાસ) ગત તા.4 ના રોજ બાઈક લઈ દાહોદ તાલુકાના કઠલા ગામેથી ઈન્દૌર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે તેમને ટક્કર મારતાં દામેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
કઠલા ગામે ગામતળ ફળિયામાં રહેતા પુનમચંદ હમીરભાઈ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.