ભથવાડા ટોલનાકા પાસેથી રૂ.૨.૦૨ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
-દારૂની તસ્કરી માટે ભથવાડા ટોલનાકાનો રસ્તો હોટફેવરિટ
દાહોદ તા.19 ફેબ્રુઆરી 2019 મંગળવાર
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે ગતરોજ પોલીસની નાકાબંધી દરમ્યાન ટ્રકમાંથી વિદેશી દારૃ કિંમત રૂ.૨,૦૫,૬૫૦ ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કરી હતી. ટ્રકના ચાલક મળી ત્રણ જણા વિરૃધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ પોલીસને મળેલી બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે આવેલ ટોલનાકા પાસે નાકાબંધી કરતાં પોલીસે ટોલનાકા પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનોની તપાસ કરતી હતી તે સમયે એક ટ્રેક ત્યાથી પસાર થતાં પોલીસ ટ્રકની તલાસી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રક નજીક આવતા તેને ઉભી રખાવી હતી. ટ્રકમાંથી વિદેશી દારૃ બીયરની બોટલો તથા ટીન નંગ.૩૨૯૭ જેની કુલ કિંમત રૃ.૨,૦૫,૬૫૦ ના પ્રોહી જથ્થા સાથે ટ્રકના ચાલક જીજ્ઞોશકુમાર દશરથલાલ મોઢીયા (રહે. લીમડી, તળાવ બજાર, તા. ઝાલોજ, જિ.દાહોદ)ની અટક કરી ટ્રક કબજે કરી હતી.
જીજ્ઞોશકુમાર દશરથલાલ મોઢીયાની સઘન પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ (રહે. બોરવાણી, ખાયા ફળિયુ, તા.જિ.દાહોદ) નાએ આ ટ્રકમાં ઉપરોક્ત દારૃનો જથ્થો ભરી આપ્યો હતો એમ જાણવા મળતા અને જ્યારે દારૃ લેવા આવનાર ત્રણ જણા વિરૃધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.