દેવગઢ બારીયામાં મધ્યાહન ભોજનનો સંચાલક ૧૫૫૦ની લાંચ લેતા ઝડપાયો
-મામલતદાર કચેરીમાં બનાવને પગલે અધિકારીઓ પલાયન
દેવગઢ બારીયા,તા 18 ફેબ્રુઆરી 2019 , સાેમવાર
દેવગઢબારીયા મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકે માસીક હિસાબ અહેવાલ બિલ મંજુર કરાવી આપવાના કામે ૧૨ ટકા લેખે રૃપિયા ૧૫૫૦ની માંગણી અન્ય સંચાલક પાસે કરતા પંચમહાલ એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથે ઝડપી પાડતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ બનાવની જાણ અધિકારી સહીત સ્ટાફને થતા તેઓ પલાયન થયો હતો.
દેવગઢબારીયા મામલતદાર કચેરીના મધ્યાહન ભોજન યોજનાના રૃવાબારી પ્રા.શાળામાં બિન વર્ગીય ફરજ બજાવતા નરતનભાઇ છેડાભાઇ પટેલ રહે. રૃવાબારી હોળી ફળીયાના અન્ય મધ્યાહન ભોજન યોજનાના સંચાલક પાસે મધ્યાહન ભોજન યોજનના માસીક હિસાબ અહેવાલ મામલતદાર કચેરીમાં મંજુર કરાવી આપવાના કામે કુલ બિલના ટકાવારી પેટે રૃપિયા ૧૫૫૦ની માંગણી કરતા ફરીયાદીએ આ બાબતે પંચમહાલ એસીબીને જાણ કરી હતી.
એસીબીએ પંચોના માણસ સાથે આજરોજ તા.૧૬-૨-૧૯ના રોજ છટકુ ગોઠવતા મામલતદાર કચેરીની બહાર ગલ્લા પાસે જાહેરમાં આરોપી નરતન પટેલે પંચોની રૃબરૃ ફરીયાદી પાસેથી ૧૫૫૦ રૃપિયાની લાંચ લેતા તેને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ એસીબી ટીમે નરતન પટેલને ઝડપી પાડી મામલતદાર કચેરીમાં લઇ જતા આ બનાવની જાણ અધિકારી સહીત સ્ટાફને થતા તેઓ પલાયન થઇ ગયા હતા અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો.