ભથવાડા ટોલનાકા પાસે જીપ સાથેના અકસ્માતમાં એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી ખાધું
-અન્ય વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ગાડીમાં સવાર લોકો ઈજાગ્રસ્ત
દેવગઢ બારીયા તા.28 ડિસેમ્બર 2019 શનિવાર
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા પાસે રાત્રિના એક ગેસ ભરેલું ટેન્કર પલ્ટી ખાતાં એક બોલેરો જીપ અડફેટમા આવતા બોલેરોમા સવાર ઇજાગ્રસ્ત થયા હતા.ગેસ ભરેલું ટેન્કર હોવાથી વાહન ચાલકો સહિત ગ્રામજનોમાં ફફડાટ ટોલ મેનેજમેન્ટ પાસે સેફ્ટીના કોઈ સાધનો ન હોવાની પોલ ખુલી સ્થાનિક તંત્ર કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારીએ આ બનાવની ગંભીરતા લીધી ન હતી.
દેવગઢ બારીયા તાલુકાના ભથાવાડા ટોલનાકાથી 200 મીટરની દૂર રાત્રે બાર વાગ્યે વડોદરાથી ઇન્દોર જતુ એલપીજી ગેસ ભરેલું ટેન્કર ડ્રાઇવર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એક બોલેરો જીપની અડફેટમાં લઇ ટેન્કર રસ્તાની વચ્ચે પલટી મારી ગયું હતું .સદ્દનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.
અડફેટમાં લીધેલી બોલેરોનો પાછળનો ભાગ બેસી જતા તેમાં સવાર ફસાઈ ફસાઇ જતાં સ્થાનિક લોકો તેમજ અન્ય વાહન ચાલકોએ બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા. જ્યારે આ ગેસનું ટેન્કર ગેસ ભરેલું હોવાની જાણ વાયુવેગે પ્રસરતા અન્ય વાહન ચાલકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
આ બનાવ અંગેની જાણ દેવગઢબારિયા નગર પાલિકાના ફાયર ફાઈટર ને કરતા તેઓ ઘટનાસ્થળે દોડી જઇ ટેન્કરનો પ્રેશર માપી જેની ઉપર પાણીનો છંટકાવ કરેલો અને ટેન્કરમાં કોઈ જ લીક ન દેખાતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો આ અકસ્માતને રાત્રે 15 કલાક થવા છતાં ટેન્કર ની આજુબાજુ વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો.
ટોલ મેનેજમેન્ટ કે સ્થાનિક તંત્ર દ્વારા ટેન્કર હટાવવાના કોઈ પગલા ન લેવાતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતો. જો અન્ય કોઈ વાહન ટેન્કર સાથે અકસ્માત સર્જે તો મોટી દુર્ઘટના સર્જાઇ તેમ હોવા છતાં જાણે તંત્ર ઉદાસીન રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું હતું.
આ ગેસ ભરેલું ટેન્કર પલ્ટી ખાતાં જે બોલેરો અડફેટમાં આવી હતી.તેમા બોલેરોનો પાછળનો ભાગ દબાઈ જતાં તેમાં સવાર લોકો ફસાઇ ગયા હતા .તેમને રાત્રીના સ્થાનિક લોકો તેમજ અન્ય વાહન ચાલકોએ ગાડીમાંથી બહાર કાઢી સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
ટોલ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ જાતની મદદ મળી ન હોવાનું બહાર આવ્યું છે. આ ગેસના ટેન્કર પલટી મારી જતા ટોલ મેનેજમેન્ટ પાસે કોઈપણ સેફ્ટીના સાધનો જેવા કે ફાયર ફાઈટર . ક્રેન કે પછી ફાયર સેફટીના સાધનો ના હોય તેમ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ ટોલ બૂથ ઉપર અવાર નવાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિઝીટ લેવામાં આવે છે.એવું ટોલ બુથ માં મેનેજર દ્વારા જણાવ્યું હતું ક્યારે વિઝીટ કરનાર અધિકારીઓ દ્વારા આજ દિન સુધી સેફ્ટીના સાધનો છે કે કેમ તેની ખાતરી કેમ કરવામાં આવી નથી. તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.