જાલત ગામે પાસે ટ્રક ચાલકે સ્ટેઇરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માતઃક્લિનરનું મોત
દાહોદ તા.22 ફેબ્રુઆરી 2020 શનિવાર
દાહોદ તાલુકાના કતવારા ગામ ગામની હદમાં આવેલ ખાન નદી તરફ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે હંકારી લાવતાં ખાન નદીના પુલ તરફ અથડાતા સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળ ે મોત નીપજ્યુ હતું.
આજરોજ તા.૨૨મી ના રોજ ઈન્દૌર થી અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ તાલુકાના જાલત ગામે આવેલી ખાન નદી ઉપર એક મહારાષ્ટ્રની પાસીંગવાળી ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે હંકારી લઈ આવતાં અને અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ખાન નદીના પુલ સાથે ટ્રકને ધડાકાભેર અથડાવતા કંડક્ટર નદીમાં ફંગોળાયો હતો .
જેને પગલે તેને માથાના ભાગે તેમજ શરીરે જીવલેણ ઈજા થતાં તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ કતવારા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી .મૃતક કંડક્ટરના મૃતદેહને નજીકના દવાખાને પી.એમ. અર્થે મોકલી આપ્યો હતો.